News of Saturday, 4th January 2025
શહેર ભાજપના પ્રમુખપદ માટે એડવોકેટ કમલેશ ડોડીયાની ઉમેદવારી

રાજકોટ તા. ૪: રાજકોટ શહેર ભાજપ લીગલ સેલમાં સહઆયોજક તરીકે ફરજ બજાવતા અને ૧૯૯૫ની પાર્ટીના કાર્યકર તરીકે ફરજ બજાવતા રાજકોટમાં હાલમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા કમલેશભાઇ ડીડોયાએ આજે શહેર ભાજપ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી છે શ્રી ડોડીયા સંઘ પરિવાર સાથે પણ જોડાયેલી છે . અડવાણીજીની રથયાત્રા નીકળેલ ત્યારની ભાજપ અને સંધમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આજે તેઓએ શહેર ભાજપ પ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતું.
(4:12 PM IST)










