<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સોનલબેન વસાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૪: રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને સૌરાષ્‍ટ્રના અઘુવંશી સમાજના સોનલબેન વસાણીએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. સોનલબેન વસાણી ભૂતકાળમાં જસદણ નગરપાલિકાના સભ્‍ય રહયા છે ઉપરાંત મધ્‍યપ્રદેશ ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા સહિતના રાજયોમાં ચુંટણી દરમિયાન જુદી જુદી સીટની જવાબદારી સંભાળી ચુકયા છે. ભાજપના ચુંટણી અધિકારી આશિષભાઇ દવેની ઉપસ્‍થિતીમાં સોનલબેન વસાણીએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતું. સોનલબેન વસાણી તેમની આક્રમક શૈલીમાં વકતવ્‍ય આપવા માટે જાણીતા છે અને ખુબ જ સક્રિય સભ્‍ય છે

(4:11 PM IST)