News of Saturday, 4th January 2025
રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લા ભાજપ પ્રમુખની ઉમેદવારી માટે નેતાઓ ઉમટયા
વર્તમાન પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહિત ના એ ઉમેદવારી નોંધાવી

(ભીખુપરી ગોસાઈ દ્વારા)ખીરસરા તા.૪ : ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત .. રાજકોટ જિલ્લાના નવા પ્રમુખ ની સંરચના કરવાની પ્રક્રિયા આજ રોજ ચાલુ થતાં જીલ્લા ભાજપ પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકર્તાઓ એ પ્રમુખપદ ની દાવેદારી માટે ઉમટી પડેલ
રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ પદમા ઉમેદવારી માટે વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ
જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ (ફરજીયાત)
જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે મહિલાઓ નો પણ સમાવેશ હોય મહિલા ભાજપ કાર્યકરોએ પણ પ્રમુખ પદની ઉમેદવરી માટે ઉપસ્થિત રહીને પાતાના ફોર્મ રજુ કરેલ
વર્તમાન પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહિત ના એ ઉમેદવારી નોંધાવી છે. રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં દાવેદારી નોંધણી માટે સંભવિત ઉમેદવારોની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ તકે સંભવિત ઉમેદવારોની સાથે ઉપસ્થિત રહ્યો હતો. ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી જિલ્લા ચૂંટણી અધિકારીને સુપરત કરેલા હતા. પાર્ટી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાના આધારે, તેમના પ્રદાન કરાયેલા સંગઠાત્મક યોગદાન અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારી નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રદેશ ચૂંટણી અધિકારી પ્રદેશ સંગઠન સાથે વિચાર વિમર્શ કરી જિલ્લા પ્રમુખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે..
(4:41 PM IST)










