News of Saturday, 4th January 2025
મુખ્યમંત્રી -ગૃહમંત્રીની રાજકોટ મુલાકાતે સર્જી વિડંબણા : ઠેર ઠેર કલાકો સુધી ટ્રાફિક જામ :
શેરીઓથી માર્ગને જોડતા રસ્તાઓ ઉપર કારણ વગરની બેરીકેડ ખડકી દેવાતા કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ : વૈકલ્પિક માર્ગો શોધતા વાહનચાલકોને ત્રણથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક અનિયમિતતાની સમસ્યા નડી

રાજકોટ : આજે ખેલ મહા કુમ્ભ ( રાજકોટ ) અને પ્રાંસલાની મુલકતે આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજકોટની મુલાકાતે આવેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના કાફલાએ બપોર બાદ કાલાવડ રોડ પર ટ્રાફિકજામની સમસ્યા કલાકો સુધી ખડી કરી દીધી હતી
રાહદારીઓની તકલીફનો પાર રહ્યો નહોતો, શેરીઓથી માર્ગને જોડતા રસ્તાઓ ઉપર કારણ વગરની બેરીકેડ ખડકી દેવાતા કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોએ પોતાની આવડત મુજબના વૈકલ્પિક રસ્તાઓ શોધવા પડ્યા હતા જોકે આવા માર્ગો ઉપર પણ અંતે તો ટ્રાફિક અનિયમિતતાનો સામનો વાહનચાલકોને કરવો પડ્યો હતો
વૈકલ્પિક માર્ગો શોધવા છતાં વાહનચાલકોને ત્રણથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક અનિયમિતતાની સમસ્યા નડી હતી
(9:04 PM IST)










