તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 6th January 2025
ભગવતીપરાના સરોજબેન વાઘેલાનું હૃદય ધબકારા ચુકી જવાને લીધે મોત
રૈયાધારમાં ભુમિબેન ચાવડાનું બેભાન થઇ ગયા બાદ મૃત્યુ

રાજકોટ તા. ૬: હૃદયરોગના હુમલાથી મોતની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ભગવતીપરા સુખસાગર ચોક અયોધ્યા પાર્ક-૨માં રહેતાં સરોજબેન સુનિલભાઇ વાઘેલા (ઉ.વ.૪૫) સાંજે ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સરોજબનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ મ્યુ. કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. સરોજબેનને હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતાં ભુમિબેન કમલેશભાઇ ચાવડા (ઉ.વ.૨૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્રી છે. પતિ ચાની રેકડીએ મજૂરી કરે છે. સરોજબનને કેન્સરની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:00 AM IST)










