<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

રાજકોટ એસ. ટી. વિભાગીય કચેરી અને ગોંડલ ડેપો વર્કશોપનું લોકાર્પણઃ વધુ ૩૦ વોલ્‍વો બસ વસાવાશે

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ અને મંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે લીલીઝંડી

રાજકોટ એસ. ટી. વિભાગીય કચેરીનો લોકાર્પણ અને નવી ૮ વોલ્‍વો બસને લીલીઝંડી પ્રસંગે ભુપેન્‍દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવી, કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, નયનાબેન પેઢડિયા, પ્રવિણાબેન રંગાણી, રામભાઇ મોકરિયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

રાજકોટ તા. ૬ :.. જાન્‍યુઆરી - મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના  હસ્‍તે રાજકોટ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતેથી એસ.ટી.ની વિભાગીય કચેરી તેમજ ગોંડલ એસ.ટી. ડેપોના વર્કશોપનું ઈ-લોકાર્પણ તેમજ ૮ નવી હાઇટેક વોલ્‍વો બસનું ફલેગ ઓફ કરાવ્‍યું હતું. નવીન વોલ્‍વોના કારણે પરિવહન વ્‍યવસ્‍થા વધુ સુદ્રઢ બનવાની સાથે મુસાફરોની યાત્રા વધુ આરામદાયક બનશે.

મહત્‍વનું છે કે, રાજકોટમાં રૂ. ૬૩૭,૩૭ લાખના ખર્ચે નવી એસ.ટી. વિભાગીય કચેરીનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. ઉપરાંત રૂ.૩૪૩ લાખના ખર્ચે ગોંડલમાં એસ.ટી. ડેપો વર્કશોપનું નિર્માણ કરાયું છે. બે માળની એસ.ટી. વિભાગીય કચેરીમાં અનેક અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જ્‍યારે ગોંડલના આર.સી.સી. ફ્રેમ સ્‍ટ્રક્‍ચરવાળા સુવિધાયુક્‍ત નવીન ડેપોમાં અનેકવિધ સગવડ ઉપલબ્‍ધ કરાઈ છે.

આ તકે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તથા વાહન વ્‍યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્‍તે ૮ નવી હાઇટેક વોલ્‍વોને ફલેગઓફ કરવામાં આવી હતી જે રાજ્‍યના અલગ અલગ હબ ખાતેથી સંચાલિત થશે.

 હજુ આગામી ટૂંક સમયમાં અન્‍ય ૩૦થી વધુ વોલ્‍વો બસ પણ યાત્રિકોની સેવાર્થે મૂકવામાં આવશે. જે પૈકી રાજકોટ વિભાગ ખાતે દિવાળીની સિઝન દરમ્‍યાન ૧૨ નવીન વોલ્‍વો ફાળવવામાં આવી હતી. જે મુખ્‍યત્‍વે અમદાવાદ, વડોદરા, ભુજ સહિતના મહાનગરોમાં તેમજ સોમનાથ, જુનાગઢ, વિરપુર વગેરે ધાર્મિક સ્‍થળોએ જવા-આવવા તેમજ અન્‍ય રાજ્‍યમાં નાથદ્વારા, ઉદેપુર તેમજ કેસરીયાજી સહિતના સ્‍થળોએ જવા-આવવા માટે સંચાલન કરવામાં આવે છે.

ે ફલેગ ઓફ કરાયેલી ૮ નવીન વોલ્‍વો બસમાં ૪૭ સીટીંગ કેપેસિટી, ૨ બાય ૨ લેધર અને આરામદાયક પુશબેક સીટ, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાજશ્નગ ફેસીલિટી, ફાયરસેફટી માટે અદ્યતન સ્‍પિં્રકલ સિસ્‍ટમ, સ્‍મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટીવી, એકઝોસ્‍ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્‍સી એક્‍ઝિટ ડોર જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ છે.

 આ કાર્યક્રમમાં જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા, મેયર શ્રીમતિ નયનાબહેન પેઢડિયા, સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી,  રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણી તેમજ સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર ડો. કમલસિંહ ડોડીયા સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્‍ટર જનરલ આર. એસ. નીનામા, જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી.  અનુપમા આનંદ, જિલ્લા કલેક્‍ટર શ્રી ઙ્કભવ જોશી, રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, સુરત મ્‍યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી  ડાઙ્ઘ. નવનાથ ગવ્‍હાણે, અગ્રણી શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી મુકેશભાઈ દોશી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:24 PM IST)