News of Monday, 6th January 2025
વોર્ડ નં. ૧૧ માં વિવિધ ટાઉનશીપમાં કચરાપેટીઓ છલકાય
વાહન ન આવવાથી ગંદકીના ગંજ : સમસ્યા તાકીદે હલ કરવા માંગ

રાજકોટ, તા. ૦૬ : શહેરના આવાસ યોજના ટાઉનશીપોમાં તથા પ્રાઇવેટ એપાર્ટમેન્ટોની અંદર કચરો લેવા વાહન આવતા નો હોવાથી ગંદકીના ગંજ ખડકાયા છે.
શહેના વોર્ડ નં. ૧૧ ના અંબિકા ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ આવેલા સીતાજી ટાઉનશીપ, ભારતનગર ટાઉનશીપ, સ્વામી વિવેકાનંદ ટાઉનશીપ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટા.નશીપમાં તથા પ્રાઇવેટ એપાર્ટમેન્ટની અંદર દર અઠવાડિયાના રવિવારના રોજ સુકો-ભીનો કચરો લેવા માટેના વાહનો આવતા નો હોવાથી ટાઉનશીપમાં ચિરાપેટી છલકાઇ જવાથી ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. તેમજ રોગચાળાનો ભય ફેલાઇ રહ્યો છે. ત્યારે આ સમસ્યા ઉકેલાવા તાકિદ કરવામાં આવી છે.
(4:48 PM IST)










