<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ડોગ શો સંપન્ન : વિવિધ પ્રજાતીના ૪૦૦ શ્વાનોએ ભાગ લીધો : બેસ્‍ટ ઇન શો તરીકે રાજકોટનો ગ્રેટડેન વિજેતા

રાજકોટ : સૌરાષ્‍ટ્ર પેટ શોપ એસોસીએશન દ્વારા શાષાી મેદાન ખાતે ડોગ શો નું આયોજન થતા હજારોની મેદની ઉમટી વિવિધ નશલના ડોગ અને તેમની કરામતો જોવા ઉમટી પડી હતી. આ શો માં ૩૩ થી વધુ પ્રજાતીના ૪૦૦ શ્વાનોએ ભાગ લીધો હતો. ૧ કિલોના નાના ટોય બ્રીડથી લઇને ૧૦૦ કિલોના મોટી બ્રીડના કદાવર શ્વાનોએ ભારે આકર્ષણ જમાવ્‍યુ હતુ. આ ડોગ શો નો શુભારંભ કલેકટર શ્રી પ્રભવ જોશીના હસ્‍તે કરાયો હતો. શ્વાન માલીકો તેમજ શો જોવા આવનાર તમામ માટે શ્રેષ્‍ઠ વ્‍યવસ્‍થા આયોજકો દ્વારા કરાઇ હતી. વડોદરા, અમદાવાદ સહિત સૌરાષ્‍ટ્રના વિવિધ શહેરોમાંથી શ્વાનપ્રેમીઓએ ભાગ લીધો હતો. બેસ્‍ટ ઇન શો તરીકે રાજકોટનો ગ્રેટ ડેન વિજેતા બનેલ. નિર્ણાયક તરીકે બરોડાના હરીશ પાટીલે સેવા આપી હતી. બાળકોએ ઉત્‍સાહભેર જુદા જુદા ડોગ સાથે સેલ્‍ફીનો આનંદ ઉઠાવ્‍યો હતો. શ્વાન માલીકોને ડોગની સાર સંભાળ અને ટ્રીટમેન્‍ટ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. ડો શો ની વિવિધ તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:49 PM IST)