News of Monday, 6th January 2025
મનપાના પુસ્તકાલયોમાં એક માસમાં ૪૮ હજાર વાંચકોએ લાભ લીધો
૩૩૭ નવા સભ્યો જોડાયા : નવા પુસ્તક, રમકડાં, મેગેઝીનની ખરીદી

રાજકોટ : મહાનરગપાલિકા સંચાલિત વિવિધ પુસ્તકાલયોમાં ડિસેમ્બર માસ દરમયન કુલ ૪૮,૬૯૬ નાગરિકોએ લાભ લીધો હતો તેમજ ૩૩૭ સભ્યો લાઇબ્રેરી સાથે જોડાયા. આ એક માસ દરમ્યાન ૩૩૭ નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ ૭૫૦ પુસ્તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના ૧૦૦ જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ વગેરે ઈશ્યુમાં મુકવામાં આવેલા છે. ડીસેમ્બર માસ દરમ્યાન ૧,૦૦૩ મેગેઝીન ની વાંચકો માટે ખરીદી કરવામાં આવેલ. આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.
(4:48 PM IST)










