<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ચેમ્‍બરનું સ્‍નેહમિલન : નવી ડિરેકટરીનું વિમોચન : મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિ

શહેરના નામાંકિત નિકાસકારો - સેવાભાવી સંસ્‍થાઓ - સિધ્‍ધીઓ પ્રાપ્‍ત કરનારાઓનું સન્‍માન : સ્‍વામીશ્રી પરમાત્‍માનંદજીની ઉપસ્‍થિતિ : કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં સભ્‍યોની હાજરી : રંગારંગ સંગીત સંધ્‍યા

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા ગુજરાત રાજયના માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં સભ્‍ય પરિવારનું તોહ મિલન, તથા નવી ડિરેક્‍ટરી વિમોચન કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું...

જેમાં બહોળી સંખ્‍યામાં સભ્‍ય પરીવારો ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજયના વેપાર-ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ અને અગ્રગણ્‍ય સંગઠન પૈકીનું ૭૦ વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્‍થા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા ગુજરાત રાજયના માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં તા.૪-૧-૨૦૨૫, શનિવારના રોજ વિશાળ સભ્‍ય પરીવારનું    સ્‍ નેહમિલન, સંગીત સંધ્‍યા, ભોજન સમારંભ, સન્‍માન સમારંભ તથા નવી ડિરેક્‍ટરી વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ત રીકે કેબીનેટમંત્રીશ્રીમતી ભાનુબેન બાબ રીયા, પુર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, આર્ષ વિદ્યામંદિર-મુજકાના ૫.પુજય સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, મેયરશ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી, જીલ્લા પંચાયત ચેરમેનશ્રીમતી પ્રવિણાબેન રંગાણી, પ્રવકતાશ્રી રાજુભાઈ ધ્રુવ, કલેકટરશ્રી, મ્‍યુનીશીપલ કમિશર, જીલ્લા વિકાસ અધિકારી, CGST કમિશનર, જોઈન્‍ટ ડીજીએફટી, જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર, તેમજ ચેમ્‍બરના પુર્વ પ્રમુખશ્રીઓ, સૌરાષ્‍ટ્રની ચેમ્‍બરો અને એસોસીએશનોના હેદેદારો તેમજ બહોળી સંખ્‍યામાં સભ્‍ય પરીવારો ઉપસ્‍થિત રહ્યા હતા.

સ્‍નેહમિલન કાર્યક્રમની પહેલા ફેડરેશન ઓફ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેનશ્રી વી.પી. વૈષ્‍ણવની અધ્‍યક્ષતામાં સૌરાષ્‍ટ્રના વેપાર-ઉદ્યોગના પ્રશ્‍નોને વાચા આપવા અને તેનું નિરાકરણ લાવવા માટે મિટીંગ મળેલ હતી. જેમાં જામનગર ચેમ્‍બરના પ્રમુખશ્રી બિપેન્‍દ્રસિંહ જાડેજા, જુનાગઢ ચેમ્‍બ૨ના સેક્રેટરીશ્રી સંજયભાઈ પુરોહીત, ગુજરાત ચેમ્‍બરના રીજીઓનલ સેક્રેટરીશ્રી જીજ્ઞેશભાઈ કારીયા, કચ્‍છ ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બ૨ના પ્રમુખ, રાજેશભાઈ ભટ, ઉના ચેમ્‍બ રનાશ્રી ઈશ્વરભાઈ, ઉપલેટા ચેમ્‍બરનાશ્રી અલ્‍પેશભાઈ, જામજોધપુ૨ ચેમ્‍બ૨નાશ્રી નરેન્‍દ્રભાઈ કવિયા, મોરબી ચેમ્‍બરનાશ્રી મુકેશભાઈ, વાંકાનેર ચેમ્‍બ૨નાશ્રી પ્રગ્નેશભાઈ તેમજ કોડીનાર ચેમ્‍બ રનાશ્રી હરિભાઈ વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

તોહમિલન કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્‍બરના માનદમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ સર્વે ઉપસ્‍થિત મહાનુભાવો તથા સભ્‍ય પરિવારનું હાર્દિક સ્‍વાગત કરી રાજકોટ ચેમ્‍બર વેપાર-ઉદ્યોગોના પ્રશ્‍નોને વાચા આપવા હંમેશા કટિબધ્‍ધ છે. ત્‍યારે રાજય સરકારને પણ વેપાર-ઉદ્યોગકારો હંમેશા સહયોગ આપતું રહેશે.

ત્‍યાર બાદ મા. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું રાજકોટ ચેમ્‍બરના હોદેદારોએ ફુલહાર તથા મોમેન્‍ટો અપને સન્‍માન કરવામાં આવ્‍યું. તેમજ અન્‍ય ઉપસ્‍થિત મહાનુભાવો-અધિકારીઓનું શાલ-બુકેથી સન્‍માન કરવામાં આવ્‍યું.

રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા તમામ મહાનુભાવોના હસ્‍તે રાજકોટ ચેમ્‍બર દ્વારા તૈયાર કરવામાં આવેલ સંપુર્ણ માહિતી સભરની નવી ડિરેકટરીનું વિમોચન કરવામાં આવ્‍યું. તેમજ 2 STAR EXPORTERS એવા જયશ્રી ઈમ્‍પેક્ષ, જયસન્‍સ એક્ષપોર્ટસ, PBW બેરીંગ્‍સ પા.લી., જોલી એચી ઈમ્‍પેક્ષ પ્રા.લી., ઈવેન્‍ટ સ્‍પોન્‍સર મે.શિલ્‍પાલાઈક સ્‍ટાઈલ તેમજ વિવિધક્ષેત્રે આગવું યોગદાન આપનાર અને રમત ગમતક્ષેત્રે મેળવેલ ઉચ્‍ચ સિદ્ધિઓ પાપ્ત કરનાર એવા આર્કિટેકટશ્રી કિશોરભાઈ ત્રિવેદી, શ્રી મનસુખભાઈ સુવાગીયા, શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ, કું.બાંશુરી પી. મકવાણા, રૂદ પેથાણી, દેવમ આર. કોટક, BINTECIT INFOWAS LLP, મેગો પીપીલ પરિવારનું મોમેન્‍ટો અર્પી સન્‍માન કરવામાં આવ્‍યું.

પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવશ્રી વી.પી. વૈષ્‍ણવએ ઉદબોધન કરતા જણાવેલ કે, સ્‍નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્‍થિત રાજયના માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા અનય મહાનુભાવો પત્‍યે આનંદ સહ આભારની લાગણી વ્‍યક્‍ત કરેલ. રાજકોટ સૌરાષ્‍ટ્રનું હબ હોય અને સમગ્ર વિશ્વમાં તેની નોંધ લેવાઈ રહી છે તેમજ ભારત દેશ આજે વિશ્વ ફલક ઉપર ઉભરી આવ્‍યો હોય ત્‍યારે તેમાં ગુજરાતનો મહત્‍વનો સિંહફાળો રહ્યો છે. મા. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી તથા રાજયના માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વડપણ હેઠળ વેપાર-ઉદ્યોગ જગત હરણફાળ ભરી રહયો છે અને તેમાં રાજકોટ કયારેય પણ પીછે હટ કરી ન શકે. રાજકોટ ચેમ્‍બર ૭૦ વર્ષ જૂની વરિષ્ઠ મહાજન સંસ્‍થા છે અને તમામ એસોસીએશનોને સાથે રાખી કાર્ય કરી રહયું છે. ત્‍યારે સ્‍વાભાવીક છે કે, વિકાસશીલ રાજયમાં પ‘ો વધુ હોય અને સરકાર પાસે વેપાર-ઉદ્યોગની અપેક્ષાઓ પણ વધારે હોય છે અને સરકાર તે અપેક્ષાઓ પુરી કરવા હંમેશા સહયોગ આપવા તત્‍પર રહે છે. રાજકોટ ચેમ્‍બર દ્વારા સર્વાગી વિકાસ અને વેપાર-ઉદ્યોગને વેગ મળે તે માટે અનેક પ‘ો ધ્‍યાને મુકવામાં આવેલ.

પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઉદબોધન કરતા જપાવેલ કે, રાજકોટ ચેમ્‍બરએ મહાજન છે અને તેની વાત શહેર અને રાજ્‍યના વિકાસના હિતમાં હોય છે. રાજકોટ પોતાની આવડત ઉપર આગળ વધી રહ્યું છે અને વિશ્વની અનેક મોટી કંપનીઓ સાથે રાજકોટની કંપનીઓ આજે તેની હોળમાં આવી ગઈ છે. જે આપણા માટે ગૌરવની વાત છે. ત્‍યારે રાજકોટને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટે સરકાર હંમેશા સહકાર આપતું રહેશે.

આર્ષ વિદ્યામંદીર-મુંજકાના પરમ પુજ્‍ય સ્‍વામીશ્રી પરમાત્‍માનંદ સરસ્‍વતીજીએ આશિર્વચન પાઠવી જણાવેલ કે, સ્‍મોલ અને મિડીયમ સ્‍કેલ ઈન્‍ડસ્‍ટ્રીયલ હાલ ગ્‍લોબલ પોઝીશનમાં આવી રહ્યું છે. ત્‍યારે રાજકોટના વેપાર-ઉદ્યોગકોર પાતાના વ્‍યવસાયમાં ખૂબ આગળ વધે તેવી શુભકાનાઓ પાઠવી.

રાજ્‍યના મા. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલએ સ્‍નેહમિલન કાર્યક્રમમાં સૌને મળવાની તક મળી તે બદલ સહદય આભારની લાગણી વ્‍યકત કરતા જણાવેલ કે, રાજકોટ ચેમ્‍બર દ્વારા જે કન્‍વેન્‍શન સેન્‍ટરની માંગણી કરાયેલ છે. ત્‍યારે કલેકટર, મ્‍યુ. કમિ‘ર તેમજ પદાથીકારીઓ હાજર છે તો રાજકોટને કન્‍વેશન સેન્‍ટરની સ્‍થળ પર જ ફાળવણી કરી દીધેલ અને તે માટે જગ્‍યા ઉપલબ્‍ધ હોય તે સરકારના ધ્‍યાને મુકી તેની કાર્યવાહી સરકાર દ્વારા તાત્‍કાલીક પુરી કરવામાં આવશે. વધુમાં આખા વર્લ્‍ડને હચમચાવી નાખનાર આસૌરાષ્‍ટ્ર છે અને પથ્‍થરને પાટુ મારી પૈસા કમાનાર વ્‍યકિતઓ છે. ત્‍યારે રાજય સરકાર આપવા માટે હંમેશા તૈયાર છે. જંત્રીના દરોમાં પણ કોઈએ મુંજાવવાની જરૂર નથી સરકાર દરેક લોકોનું ધ્‍યાન રાખી રહી છે. નવી જીઆઈડીસી માટે પણ જચાનકકી કરવા જણાવેલ અને તે માટે સરકાર પુરો સહયોગ આપશે. રાજકોટ ખાતે કન્‍વેન્‍શન સેન્‍ટર ફાળવવાની રાજકોટ ચેમ્‍બરની વર્ષોની જે માંગણી હતી તે માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલએ પુર કરેલ અને તે માટે માનનીય ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળાએ ખુબ જ જહેમત ઉઠાવલ છે. જે બદલ રાજકોટ ચેમ્‍બર આભારની લાગણી વ્‍યકત કરે છે.કાર્યક્રમના અંતે રાજકોટ ચેમ્‍બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ તોહમિલન કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવો, સરકારી અધિકારીઓ, સભ્‍ય પરિવાર, પેસ મિડીયા તથા વિવિધ ચેમ્‍બરો અને એસોસીએશનોના હોદ્દેદારો હાજરી આપવા બદલ આભારની લાગણી વ્‍યકત કરેલ. તેમજ તમામ કારોબારી સભ્‍યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(2:54 PM IST)