તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th January 2025
પડધરીના ન્યારામાં મામલતદારનું મોટુ ઓપરેશનઃ ૩૦ કરોડની ૬ એકર જગ્યા ખુલી કરાવાઇઃ ક્રિકેટનું મેદાન બનાવી ભાડે આપતા'તા
કલેકટરને કરાતો રીપોર્ટઃ ફરતી ફેન્સીંગ-બે પીચ બધુ તોડી પડાયું: રૂરલ પ્રાંત દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૬: રાજકોટ રૂરલ પ્રાંત શ્રી વિમલ ચક્રવર્તીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પડધરી મામલતદાર શ્રી કેતન સખીયાએ પોલીસ તથા પોતાના સ્ટાફને સાથે રાખી મોટુ દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી અંદાજે ૩૦ કરોડની ૬ એકર સરકારી જગ્યા ખુલ્લી કરાવી હતી.
અધીકારી સુત્રોના કહેવા મુજબ ન્યારા સર્વેન ં. ર૧૪ ની આ સરકારી જમીનની જગ્યા દરગાહની પાછળ સાઇડ આવેલી છે, આ મેદાનની ફરતે તારવાળી ફેન્સીંગ કરી નખાઇ હતી, મેદાનની અંદર ક્રિકેટની બે વિકેટ-પીચ બનાવી હતી, અને શનિ-રવિ આ જગ્યા ક્રિકેટના મેચો માટે ભાડે આપતા હતા, આ દબાણ ધ્યાને આવતા આજે ત્રણ જેસીબી સાથે બુલડોઝર ફેરવી દઇ, પીચો ખોદી નખાઇ હતી, ફરતે કરાયેલ ફેન્સીંગ પણ તોડી નાંખી, જગ્યા ખુલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.
(2:54 PM IST)










