News of Monday, 6th January 2025
શહેરમાં વધુ ૮૦ વેપારીઓ પાસેથી ૬ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ૧.૯૩ લાખનો દંડ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૦૩ થી ૦૪ એમ કુલ ૨ દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૮૦ પાસેથી ૫.૯ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.૧૯૩૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર, તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
(4:48 PM IST)










