<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

માંડા ડુંગર પાસથી કાર ચોરીને ફેરવતો શાપરનો હાર્દિક પકડાયો

આજીડેમ પોલીસે માલધારી ફાટક પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. ૬: વાહન ચોરીના ગુનાઓ ડિટેક્‍ટ કરવા આજીડેમ પોલીસની ટીમ કાર્યરત હતી ત્‍યારે કોન્‍સ. ગોપાલભાઇ બોળીયા, હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી હાર્દિક છગનભાઇ રાઠોડ (ઉ.વ.૨૦-રહે. શાંતિધામ સોસાયટી-૧૬, શાપર)ને ગોંડલ રોડ માલધારી ફાટક સામે પૂલ નીચેથી ચોરાઉ કાર સાથે પકડી લેવાયો હતો. આ કાર તાજેતરમાં આજીડેમ પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાંથી ચોરાઇ ગઇ હતી.

પોલીસે હાર્દિકને જીજે૦૩ડીજી-૮૫૮૨ નંબરની ૭૫ હજારની કાર સાથે પકડી લીધો હતો. ત્રણ દિવસ પહેલા માંડા ડુંગર પાસેથી આ કાર તેણે ચોરી કરી હતી. ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અનુસાર પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્‍સ. પિયુષભાઇ, દિગપાલસિંહ, કોન્‍સ. પ્રદિપસિંહ, વિરેન્‍દ્રસિંહ, ગોપાલભાઇ, મહેશભાઇ, હરપાલસિંહ, દેવાભાઇ, સંજયરાજભાઇ અને વિશ્વરાજસિંહે આ કામગીરી કરી હતી.

(3:23 PM IST)