<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

રમત-ગમત માટે વર્ષ ૨૦૦૨માં ૨ાા કરોડનું બજેટ હતુ, અત્‍યારે બજેટ ૩૫૨ કરોડઃ ભુપેન્‍દ્રભાઇ

રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રી

રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભ ૩.૦ના શુભારંભ પ્રસંગે પ્રસિધ્‍ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદારે સુરીલા કંઠના તાલે ખેલાડીઓ અને ઉપસ્‍થિતજનોને ડોલાવ્‍યા હતા. તેમણે મખના..., કેસરીયા..., અપના બના લે... જેવા બોલીવુડના હિટ ગીતો પર લાઇવ પરફોર્મન્‍સ આપ્‍યું હતું. કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, મંત્રી કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરીયા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

રાજકોટ તા.૬: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ખેલ મહાકુંભ ૩.૦નો રાજકોટથી પ્રારંભ કરાવતા સ્‍પષ્ટ જણાવ્‍યું કે, રમતવીરોને વર્લ્‍ડ ક્‍લાસ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પુરૂ પાડવાની રાજ્‍ય સરકારની નેમ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રમત-ગમત માટે સાધન સુવિધાઓ, તાલિમ, અને સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ સરળતાએ મળી રહે તે માટે રાજ્‍ય સરકારે રમત-ગમત માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. ૨૦૦૨માં જે બજેટ માત્ર અઢી કરોડનું હતું તે આજે વધીને રૂ.૩૫૨ કરોડ થયું છે.

એટલું જ નહિ, ૨૦૦૨માં રાજ્‍યમાં માત્ર ત્રણ સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ હતા આજે ૨૨ જિલ્લામાં ૨૪ સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ છે તેમજ નવા ૧૩ કોમ્‍પલેક્ષનું બાંધકામ પ્રગતિમાં છે. નારણપુરામાં ૨૨ એકરમાં મલ્‍ટી યુટિલીટી સ્‍પોર્ટસ સેન્‍ટર નિર્માણાધિન છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્‍ટેડિયમ નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ પાસે ૨૩૩ એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍પોર્ટસ એન્‍કલેવનું નિર્માણ કરવામાં આવશે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેયુ હતું.

રાજ્‍ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ તથા સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ૩.૦નો રાજકોટમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે, રમત-ગમત રાજ્‍ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તથા મંત્રીશ્રીઓ શ્રી કુવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રજકોટ શહેરના ધારાસભ્‍યશ્રીઓ અને મેયર તથા પદાધિકારીઓની ઉપસ્‍થિતીમાં પ્રારંભ કરાવ્‍યો હતો. મુખ્‍યમંત્રીશ્રીએ આગામી અઠવાડીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ પહેલા ગુજરાતમાં શરૂ થઈ રહેલા આ ખેલ મહાકુંભ ૩.૦ને રમત-ગમતનો મહાકુંભ ગણાવ્‍યો હતો.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્‍સાહનું વાતાવરણ ઉભું થયું છે તેના પરિણામે ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્‍યું છે.

ગુજરાતમાં આજે જે સ્‍કેલ પર સ્‍પોર્ટસ કલ્‍ચર ખીલ્‍યું છે તે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યમંત્રી તરીકે ૨૦૧૦માં ‘ખેલે તે ખીલે'ના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્‍તારથી લઈને મહાનગર સુધીના ખેલ કૌશલ્‍યને બહાર આવવાનું અને નિખરવાનું પ્‍લેટફોર્મ મળ્‍યું છે. તેમણે ખેલ મહાકુંભને ઉત્તરોત્તર મળી રહેલા વ્‍યાપક પ્રતિસાદની વિગતો આપતાં કહ્યું કે, ૨૦૧૦માં પ્રથમ ખેલ મહાકુંભમાં ૧૬ લાખ ખેલાડીઓ હતા તે આ વર્ષે રેકર્ડ બ્રેક ૭૧ લાખથી વધુ રજીસ્‍ટ્રેશન થયા છે. વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ ૪૫ કરોડ રૂપિયાના ઈનામોથી રાજ્‍ય સરકાર પ્રોત્‍સાહિત કરવાની છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ તકે ખેલ મહાકુંભ ૨.૦માં વિજેતા બનેલી રાજ્‍ય કક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્‍કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તળતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓનું સન્‍માન ઉપરાંત પ્રથમ દ્વિતીય અને તળતીય ક્રમે રહેલા શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓનું સન્‍માન પણ મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૧૦માં તત્‍કાલીન મુખ્‍યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાજ્‍યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્‍યારથી રાજ્‍યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્‍યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્‍તારોથી લઈને કચ્‍છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્‍યો છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતને અનેક નેશનલ-ઈન્‍ટરનેશનલ ખેલાડીઓ મળ્‍યા છે.

આ અવસરે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, વાહનવ્‍યવહાર રાજ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી, ગોંડલ એસ.ટી. વર્કશોપનું ઈ-લોકાર્પણ કરવા સાથે આઠ નવી હાઈટેક વોલ્‍વો બસને ફ્‌લેગઓફ પણ કરાવી હતી. ખેલ મહાકુંભ ૩.૦ના શુભારંભ પ્રસંગે ઓલિમ્‍પિક્‍સ જેવો ભવ્‍ય રંગારંગ કાર્યક્રમ, લેસર શો યોજાયો હતો અને આતશબાજી થઈ હતી. જેણે ઉપસ્‍થિત સૌ લોકોમાં અનોખો જુસ્‍સો જગાવ્‍યો હતો.

આજના કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયા, જ્‍યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર નયનાબહેન પેઢડિયા, સુરતના મેયર દક્ષેશ માવાણી,  રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી તેમજ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યો સર્વ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર ડો. કમલસિંહ ડોડીયા  સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્‍ટર જનરલ આર. એસ. નીનામા, જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી. સુશ્રી અનુપમા આનંદ, જિલ્લા કલેક્‍ટર પ્રભવ જોશી, રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સુરત મ્‍યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી  ડો. નવનાથ ગવ્‍હાણે, અગ્રણી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:43 PM IST)