તા. ૧૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧ સોમવાર
News of Monday, 6th January 2025
શહેરના ૮૦૦ સ્પીડ બ્રેકર-મુખ્ય રસ્તાઓ પર રંગીન પટ્ટા માટે ૧.૦૧ કરોડનો ખર્ચ
કાલે સ્ટેન્ડીંગ કમિટી બેઠકઃ ૬૭ દરખાસ્તો : સ્ટે. ચેરમેન ઠાકરની કોઠા સુઝઃ સ્પીડ બ્રેકર થર્મો પ્લાસ્ટ ૪૮ રાજમાર્ગો પર ૧.૭ કરોડની દરખાસ્ત પરત કરી હવે ઓછા ભાવમાં શેરી-ગલીઓના કામ થશેઃ વિવિધ વિસ્તારમાં પેવીંગ બ્લો, ડી.આઇ. પાઇપ લાઇન સહિતના વિકાસ કામો અંગે નિર્ણય

રાજકોટ તા. ૬: મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે મળનાર છે. અલગ અલગ પ્રોજેક્ટના કામની કુલ ૬૭ દરખાસ્ત કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે. જે પૈકી ગત સ્ટેન્ડીંગમાં રજૂ થયેલ શહેરના રાજમાર્ગો ઉપર થર્મો પ્લાસ્ટથી રોડ ર્માકિંગ કરવાની પરત થયેલ તે દરખાસ્ત ફરી વખત એ જ એજન્સી દ્વારા ઓછા ભાવથી રજૂ કરવામાં આવી છે. જેનું કારણ ત સ્ટેન્ડીંગમાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર રાજમાર્ગોના સ્પીડ બેકરો, થર્મો પ્લાસ્ટ કરવા અંગે શંકા ઉપજાવેલ કારણ કે, રાજમાર્ગો ઉપર સ્પીડ બ્રેકરો હોતા જ નથી. આથી આ દરખાસ્ત પરત કરી ત્રણેય ઝોનમાં શેરી-ગલીઓ અને રાજમાર્ગો સહિતના કામો કરવામાં આવે તેમ જણાવતા એજન્સીએ આજે આખા રાજકોટનું થર્મો પ્લાસ્ટ કરવાની દરખાસ્ત ઓછાભાવથી રજૂ કરતા સ્ટન્ડીંગ ચેરમેને પ્રજાના કરોડો રૂપિયા ફરી વખત બચાવ્યા છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ગત વખતે પરત થયેલ દરખાસ્ત રજૂ કરવામાં આવેલ અને આ મુદ્દે સ્ટેન્ડીંગચેરમેન જયમીનભાઈ ઠાકરે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના ૪૮ રાજમાર્ગો ઉપર સ્પીડ બ્રેકર છે જ નહીં છતાં થર્મો પ્લાસ્ટ કરવા માટે ૧.૮ કરોડની દરખાસ્ત રજૂ થયેલ તેમજ અલગ અલ ઝોનની દરખાસ્ત આવેલ આથી આ દરખાસ્ત શંકાસ્પદ લાગતા પરત ફરેલ અને સાથો સાથ ત્રણેય ઝોનના રાજમાર્ગો સાથે શેરીઓ ગલિઓના સ્પીડ બ્રેકરો પણ થર્મોપ્લાસ્ટ કરવામાં આવે અને તે મુજબની દરખાસ્ત તૈયાર કરવાની સુચના આપતા વિનાયક કોર્પોરેશન દ્વારા ફરી વખત ૩૨ ટકા ડાઉન પેમેન્ટથી હવે રૂા. ૧.૧ કરોડના ખર્ચે ૪૮ રાજ માર્ગો ઉપરાંત તમામ શેરીઓ-ગલીઓના સ્પીડ બ્રેકરો ઉપર પણ થર્મોપ્લાસ્ટ કરશે એક અંદાજ મુજબ એક વોર્ડમાં ૮૦થી વધુ સ્પીડબ્રેકરો હોવાનું ચેરમેને જણાવ્યું હતું. તેવી જ રીતે આખુ વર્ષ એજન્સી દ્વારા થર્મો પ્લાસ્ટનો કલર ઉખડી જાય ત્યારે ફરી વખત કરવાનો રહેશે. તે શરતે કામ આપવામાં આવશે.
આમ સ્ટેન્ડીંગચેરમેનની ચતુરાઈના કારણે ખાલી રાજમાર્ગોના ખર્ચનું નામ આખા રાજકોટ શહેરનું એજન્સીને આપી દેવામાં આવ્યું છે.
મનપાની સ્ટેન્ડીંગમાં આવતી કાલે થર્મો પ્લાસ્ટ તેમજ કટારિયા સર્કલે ઓવરબ્રીજ તથા અલગ અલગ કિસ્સાઓમાં કર્મચારીઓને તબીબી સહાય તેમજ મોટાભાગની દરખાસ્ત જનભાગીદારીથી શેરીઓમાં તેમજ રોડની સાઈડમાં પેવીંગ બ્લોક નાખવાની સૌથી વધુ આવી છે.
તેવી જ રીતે બાકી રહેલા વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાની અને મેટલીંગ કામ તેમજ પેવર કામ સહિતની ૬૭ દરખાસ્તો અંગે નિર્ણય થશે.
(4:48 PM IST)










