<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

રાજકોટ યાર્ડમાં નવી વરીયાળીની આવક મુહુર્તમાં ખેડુતને મણના ૩૩૩૩ ભાવ મળ્‍યા

રાજકોટઃ રાજકોટ માર્કેટયાર્ડમાં આજે નવી વરીયાળીની આવક શરૂ થઇ હતી ચોટીલાના પીયાના ગામના ખેડૂત રધુભાઇ સાબડીયાના નવી વરીયાળીના ર દાગીના લઇ આવતા મુર્હુતના સોદામાં તેઓને એક મણના ૩૩૩૩ રૂ. ભાવ મળયા હતા. નવી વરીયાળીની સહયોગ ટ્રેડીંગ દ્વારા ખરીદી કરાઇ હતી. જો કે, યાર્ડમાં આજે જુની વરીયાળીની ૧૦૦ કિવન્‍ટલની આવક થઇ હતી અને એક મણના ભાવ ૧૧૮૦ થી ૧પ૦પ રૂા. ના ભાવે સોદા પડયા હતા. નવી વરીયાળીની આવકો વચ્‍ચે ભાવો ઘટશે તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:50 PM IST)