<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

સમસ્‍ત બૌધ્‍ધ સમાજ દ્વારા બુધવારે વિશ્વ ધમ્‍મ ધ્‍વજયાત્રા-ધમ્‍મ સંગોષ્‍ઠી

અમેરિકન આર્મીના નિવૃત કર્નલ હેનરી ઓલકોટ દ્વારા જાન્‍યુઆરી ૧૮પપમાં આંતરરાષ્‍ટ્રીય ધમ્‍મ ધ્‍વજની રચના કરવામાં આવી હતી ધમ્‍મ ધ્‍વજયાત્રાનો રાજનગર ચોક ખાતેથી થશે પ્રારંભ, રાજમાર્ગો ઉપર ફરી કણકોટના પાટીયે બૌધ્‍ધિસત્‍વ આંબેડકર બૌધ્‍ધ વિહાર ખાતે પુર્ણઃ સંગોષ્‍ઠીનો પણ કાર્યક્રમઃ બૌધ્‍ધના દસ મંગળ સંસ્‍કારો પુસ્‍તિકાનું વિમોચન

રાજકોટઃ ‘‘આંતરરાષ્‍ટ્રીય ધમ્‍મ-ધ્‍વજ'' ની રચના અમેરીકન આર્મીના નિવૃત કર્નલ હેનરી એસ.ઓલકોટ દ્વારા ૮ જાન્‍યુઆરી- ૧૮૮પમાં સિલોન(હાલનું શ્રીલંકા) માં એકસમિતિ દ્વારા કરવામાં આવી હતી આ ધ્‍વજ સિલોનમાં બૌદ્ધ  ધર્મના પુનરૂત્‍થાનને  ચિホત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્‍યો  હતો. ૮ જાન્‍યુઆરીના દિવસને સમગ્ર વિશ્વ ‘‘બોદ્ધો ધમ્‍મ ધ્‍વજ''  તરીકે ઉજવે છે. આગામી તા. ૮ જાન્‍યુઆરી બુધવારે આંતરરાષ્‍ટ્રિય ‘‘ધમ્‍મ ધ્‍વજ દિવસ'' ઉજવણી રૂપે સવારે ૯ કલાકે બૌદ્ધ ઉપાસક/ઉપાસિકા સંઘ દ્વારા સુગમ બૌદ્ધ વિહારથી ધમ્‍મ ધ્‍વજયાત્રાનું પ્રયાણ થશે. જે બૌદ્ધ સત્‍વ આંબેડકર કણકોટ બૌદ્ધ વિહાર ખાતે પૂર્ણ થશે.

તા. ૮ ના બુધવારે સવારે ૮ વાગ્‍યે સુગમ વિહારથી પ્રારંભ થઇ રાજનગર ચોકમા઼ આવેલ ‘‘ડો. બાબા સાહેબ આંબેડકરજી''ના સ્‍ટેચ્‍યુ, દેવનગરમાંથી પસાર થઇને બાલાજી હોલથી ધરમનગર બુદ્ધ વિહાર ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલ આંબેડકરનગરના સ્‍ટેચ્‍યુએ થી મવડી ગામ ‘‘મવડી બુદ્ધ વિહાર'', વિઠ્ઠલ રાદડીયા ચોક, સ્‍પિડવેલ પાર્ટી પ્‍લોટ ચોક, ભીમનગર ખાતે આવેલ તથાગત બુદ્ધની પ્રતિમાએ પુષ્‍પાર્પણ કરીશું ત્‍યાથી જડુસ ચોકથી કણકોટ પાટીયાએ બૌદ્ધસત્‍વ આંબેડકર બૌદ્ધ વિહાર ખાતે પૂર્ણ થશે. સૌ સફેદ વષાો અને ધ્‍વજા સાથે આ યાત્રામાં  જોડાશે.

ત્‍યારબાદ ૧ વાગે ભોજન સમારંભ બાદ સંગોષ્‍ઠી કાર્યક્રમ માં બૌદ્ધના દસ મંગળ સંસ્‍કારો પુસ્‍તિકાનું વિમોચન સગોષ્‍ઠી-બપોરે ર થી ૬ યોજાએલ છે.  વધુ માહિતી માટે સંપર્ક -મો. ૯૦૯૯ર ર૮૧૪૭ તસ્‍વીરમાં ભન્‍તે પ્રજ્ઞા રત્‍ન થોરો -૯૦૯૯રર૮૧૪૭,સુર્ય સેન તથાગત -૯૭ર૩૧૩૦૩ર૦,અમુભાઇ સોલંકી - ૯૬ર૪૭૬૩૪૦૦, મોહનભાઇ રાખૈયા, ગૌતમ સી. પડાયા, વિનયસાગર અનિલ-૭૪૦પ૮પ૧૦૦૦, વિનોદભાઇ એલ. મણવર-૮૩ર૦૦૯૧૩રપ, શાંતાબેન મકવાણા, ચંન્‍દ્રગુપ્‍ત મૌય, વિક્રમ વોરા, જે.ડી. ચાવડા-૯૮૭૯૦૧૧પ૩૦, ખુશાલભાઇ વાળા દેવશીભાઇ દાફડા, મોહનભાઇ ખીમસુરીયા, બૌધ્‍ધીરાજ બૌદ્ધ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:12 PM IST)