તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Monday, 6th January 2025
સમુહલગ્ન એટલે સામાજીક સમરસતાનું પ્રતિક : ભુપેન્દ્રભાઇ પટેલ
યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજીત લોકડાયરાની મોજ માણતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી

રાજકોટઃ યુનિટી દ્વારા રાજકોટની ધરતી ઉપર ૮૧ દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન તા.૧૧ જાન્યુઆરીના રોજ ૧૫૦ ફુટ રીંગ રોડ, પરસાણા ચોક પાસે યોજાનાર છે. ત્યારે આ સમુહ લગ્ગનની દીકરીઓના આર્શીવાદ સન્માન હેતુસર લોકડાયરો સત્યસાંઇ રોડ પર શ્રીજી સોસાયટી અને આલાપ હેરિટેજની વચચે આવેલ બગીચામાં પાંચ હજારથી વધુ લોકોની હાજરીમાં યોજાયેલ. જેમાં઼ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીએ હાજરી આપી હતી.
આ સાંસદ રામભાઇ મોકરીયા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ભારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગઢ, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જૈમિનભાઇ ઉપાધ્યાય જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, શહેર પ્રમુખ મુકેશભાઇ દોશી, જીલ્લા પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, કલેકટર પ્રભવ જોશી, વિ. હાજર રહ્યાં હતાં. લોકગાયિકા અલ્પાબેન પટેલ અને હાસ્યકલાકાર મિલન તળાવિયા દ્વારા મનોરંજન પુરૂ પાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવેલ કે સમુહ લગ્ન એ આજના સમયની માંગ છે. દરેક સમાજે આ પરંપરાને અપનાવવી જોઇએ. રાજ્ય સરકારે પણ સમુહ લગ્નને પ્રોત્સાહન આપવા ખાસ ‘સાત ફેરા સમૂહ લગ્ન' યોજના અમલી બનાવી છે. સમુહલગ્નન સામાજિક સમરસતાનું પ્રતિક છે. આ શુભ કાર્યના આયોજન બદલ આયોજકો અને દાતાઓને બિરદાવી અને નવયુગલોને ભાવિ દામ્પત્ય જીવનને શુભકામના પાઠવી અતી તેમજ યુનિટિ ફાઉન્ડેશનની સમગ્ર ટીમને સત્કાર્યો કરવા માટે પ્રેરણા આપી હતી.
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવેલ કે આપણી સંસ્કૃતિને સાચવતો આપણા તળનો વારસો - લોકડાયરો યુનિટી ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિય ૮૧ દીકરીઓના સમૂહલગ્નના ઉપલક્ષ્યમાં આયોજિત લોકડાયરામાં ઉપસ્થિત રહીને લોક કલાકારોની કલા પ્રસ્તુતિ માણી અને ટકોર પણ કરેલ કે રૂપિયા અનેક લોકો પાસે છે પણ જો તેને કઇ દિશામાં વાપરવા અને લોકોમાં ખુશી લાવતી તે સમજવું ખુબ જ જરૂરી છે. તેમજ સમુહ લગ્ન માં બાપ વિહોણી દીકરીઓના કરિયાવર જોઇ ખુબ અભિભૂત થયા હતા અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
યુનિટ ફાઉન્ડેશન ચેરમેન ભરતભાઇ બોઘરાએ સમૂહ લગ્નના દાતાઓ પરેશભાઇ ઘેલાણી દિનેશભાઇ એન. પરસાણા, નરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઇ ડોબરીયા, દર્શનભાઇ કારીયા, વિમલભાઇ સિદપરા, કેતનભાઇ મારવાડી, જીતુભાઇ ચંદારણા, મુકેશભાઇ રામાણી, રાજદિપસિંહ એમ. જાડેજા, રસિકભાઇ ગોંડલીયા, શૈલેષભાઇ શિંગાળા, ધીરુભાઇ રોકડ સહિતનું સન્માન કરેલ હતું.
આયોજનને સરળ બનાવવા યુનિટિ ફાઉન્ડેશનના ભરતભાઇ બોઘરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધયક્ષ), પરેશભાઇ ગજેરા, (પ્રમુખ રાજકોટ બિલ્ડર એસો.) પ્રમુખ હરેશભાઇ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઇ તોગડિયા, સેક્રેટરી જીગ્નેશભાઇ કિયાડા, મનીષભાઇ ભૂત, રમેશભાઇ રિબડિયા, સંજયભાઇ અજાણી, શૈલેષભાઇ શીંગાળા, અશ્વિનભાઇ રૂપાપરા, રાજેશભાઇ વૈષ્ણવ , નેમિશભાઇ પટેલ, સંદિપભાઇ પાલા, ધીરૂભાઇ આસોદરીયા, અશ્વિનભાઇ ભૂવા, વલ્લભભાઇ તોગડિયા, નિલેશભાઇ અનડબટ, હરકિશનભાઇ સોજીત્રા, ચંદ્રેશભાઇ પાદરીયા, વિપુલભાઇ પટેલ, અનિલભાઇ ભલ્લું, નિલેષભાઇ વિરાણી, ભાવેશભાઇ લિંબાસીયા, પ્રગ્નેશભાઇ ક્યાડા, હિરેનભાઇ મૂંગપરા, દીપકભાઇ જોરી, અતુલભાઇ વેકરીયા, કેતનભાઇ, ગોંડલીયા, ચંદુભાઇ, જહેમત ઉઠાજી રહ્યા છે.
(4:17 PM IST)










