News of Monday, 6th January 2025
ભૂપેન્દ્રભાઇ પટેલ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના મહેમાન બન્યાઃ ભોજન પણ લીધુ

રાજકોટઃ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ખેલ-મહાકુંભ ૦૩ ખુલ્લો મુકવા તથા વિવિધ પ્રકલ્પોમાં હાજરી આપવા, રાજયના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તેમજ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી સાથે રાજકોટ આવેલ હતા તેઓએ રાત્રિ ભોજન રાજકોટ-૦૭ ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના નિવાસ સ્થાને ભોજન લીધેલ અને ખુબજ આનંદ વ્યકત કરેલ હતો. આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી,મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજય સભાના સાંસદ રામભાઇ મોકરિયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોધરા, શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઇ દોશી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રીમતી માયાબેન કોડાનાની, મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, શહેર ભાજપના તમામ હોદેદારો, રાજકોટ કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા, આઇ.જી.પી. અશોક યાદવ, જે.સી.પી. મહેન્દ્રકુમાર બગડીયા, મહાનગરપાલિકાના કમિશ્નર તુષારસુમેરા, જીલ્લા વિકાસ અધિકારી નવનાથ ગ્વહાણે, એસ.પી. હિમકરણશીંગ, ડી.સી.પી. જગદીશ બાંગરવા, ડી.સી.પી. પાર્થરાજસીંહ ગોહિલ, ડી.સી.પી. સજજનસીંહ પરમાર તથા આર.એ.સી., એસી.પી. ક્રાઇમ વિગેરે શહેર/જીલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહેલ હતા.
(4:23 PM IST)










