તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th January 2025
એચએમપીવી વાયરસ સામે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ: ઓક્સિજન વેન્ટીલેટર સાથેના બેડ તૈયાર

રાજકોટઃ એચ એમ પી વી વાયરસ અંતર્ગત દેશભર નો તંત્ર થયું છે અમદાવાદમાં સામે આવે છે ત્યારે રાજ્યનું આરોગ્યતંત્ર આ વાયરસ સામે ટેલર થઈ ગયું છે જે અંતર્ગત રાજ્યભરની હોસ્પિટલોને આ પ્રકારના કેસ આવે તો તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ શહેર પીડીએફ સિવિલ હોસ્પિટલ ખાતે એચએમટીવી વાયરસ માટે ખાસ ઓવરડ ઊભો કરવામાં આવ્યો છે અને ઓક્સિજન વેન્ટિલેટર સાથેના 10 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.
પીડીયુ સિવિલ હોસ્પીટલ રાજકોટમાં એચએમપીવી વાયરસને અનુસંધાને નવી એમ.સી.એચ. બિલ્ડીંગમાં એચ.ડી.યુ વિભાગ ખાતે 10 ઑક્સીજન અને વેનટીલેટર સાથે બેડ તૈયાર કરીને રિઝર્વ રાખવામા આવેલ છે. જરૂર પડ્યે વધુ બેડની જરૂરિયાત ઊભી થાય તો તુરંત પહોચી વળવા માટે વધારાની સુવિધા પણ ઊભી કરવામાં આવેલ છે. એચએમપીવી વાયરસ માટેના ટેસ્ટ હોસ્પીટલમાં જ થઈ શકે તે માટે જરૂરી કીટની ખરીદી અને બીજી પ્રક્રિયા કરવામાં આવેલ છે. તેમ તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા અને સિનિયર અધિકારી ડો. એમ.સી. ચાવડાએ જણાવ્યું છે.
(6:24 PM IST)










