News of Tuesday, 7th January 2025
ઉદ્યોગનગરમાં ૪૩ વર્ષના નરભેરામભાઇ ગોંડલીયાનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ
રાતે બે વાગ્યે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ દમ તોડયો

રાજકોટ તા. ૭: હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક યુવાનનું હૃદય ઓચીંતુ ધબકારા ચુકી જતાં તેનું મૃત્યુ થયું હતું. ગોંડલ રોડ પર ઉદ્યોગનગર-૨ શેરી નં. ૬માં રહેતાં નરભેરામભાઇ વજેરામભાઇ ગોંડલીયા (ઉ.વ.૪૩)ને રાતે બે વાગ્યે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ તેઓ બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર નરભેરામભાઇ છુટક સેલ્સમેન તરીકે કામ કરતાં હતાં. તે એક બહેનથી મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીનાર રામશીભાઇ, અશ્નિવભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(11:12 AM IST)










