News of Tuesday, 7th January 2025
જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ર૦મીએ મળશે

રાજકોટ તા. ૭: જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા તા. ર૦મીએ સોમવારે મળશે. અગાઉ સામાન્ય સભા તા. ૧૩મીએ બોલાવવાનું નકકી થયેલ પરંતુ પંચાયતના સતાધીશોએ તારીખમાં ફેરફાર વહીવટી કારણસર કરાયાનું દર્શાવ્યું છે. હવે તા. ર૦મીએ સવારે સામાન્ય સભા યોજવા માટે એજન્ડા પ્રસિધ્ધ થઇ ગયો છે.
૧પમાં નાણાપંચની ગ્રાન્ટના ઉપયોગ અંગે ચર્ચા અને નિર્ણય થશે. કયા ક્ષેત્રમાં કામ માટે કેટલી જરૂરિયાત છે તેની સમીક્ષા કરવામાં આવશે. ખાસ સામાન્ય સભા હોવાથી પ્રશ્નોતરી થશે નહિં.
(2:29 PM IST)










