<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ઉ.શાહિદ પરવેઝ ખાનના સિતારના સુર અને શશાંક સુબ્રમણીયમનાં વેણુનાદની જુગલબંદીએ શ્રોતાઓને અલૌકિક દુનિયાની સફર કરાવી

ઓજસ અઢીયાના તબલા અને અમળત નટરાજના કંજીરા એ તાલનો નવો અધ્‍યાય આલેખ્‍યા આજે પ્રથમ સેશનમાં વર્ણા સેવક અને બીજા ચરણમાં ડો. અશ્વિની ભીડે દેશપાંડેનું શાષાીય કંઠય સંગીત માણવાનો મોકો મળશે

રાજકોટ : નીઓ ફાઉન્‍ડેશનની સ્‍થાપના સમયથી તેની પ્રવળત્તિઓ તેના ડિરેક્‍ટર્સના આર્થિક ફાળાથી શકય બની છે અને હાલમાં પણ તેઓનો સંપૂર્ણ આર્થિક તથા વહીવટી સહયોગ મળતો રહે છે. કાર્યક્રમ પાંચમા દિવસના પેટ્રન ઓરબિટ બેરિગ્‍સ ઇન્‍ડિયા પ્રા. લી. ના ડિરેક્‍ટર શ્રી વિનેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ, શ્રી મુકુંદભાઈ અને સમીરભાઈ તથા યુવા આર્કિટેક  શૈલી ત્રિવેદીના હસ્‍તે દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

સપ્તસંગીતિ કાર્યક્રમના દિવસ પાંચના પ્રથમ સેશનમાં શારદાબેન રાવના વરિષ્ઠ શિષ્‍યા ડો.દુલારી માંકડનું શાષાીય કંઠય સંગીત માણવા મળ્‍યું હતું. ડો. દુલારી માંકડે પહેલી પેશકશ રાગ જોગમાં એરી મન ભાયે વિલંબિત એકતાલમાં અને ત્‍યારબાદ પારંપરિક બંદિશ સાજન મોરે ઘર આયે રજૂ કરી હતી તેમની સાથે તબલાવાદનમાં યુવા કલાકાર અને દુલારીજીના અનુજ બંધુ શ્રી દર્શન માંકડ અને હાર્મોનિયમ વાદનમાં ડો. કુમાર પંડયા સુંદર સાથ આપ્‍યો હતો.

સભાના બીજા ચરણમાં ઇટાવા ઘરાનાની સાતમી પેઢીના એક પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ સિતારવાદક ઉ. શાહિદ પરવેઝ ખાનનું સિતારવાદન અને શ્રી શશાંક સુબ્રમણ્‍યમનું બાંસુરીવાદનની જુગલબંદી માણીને શ્રોતાઓ ધન્‍ય થયા હતા. ઉસ્‍તાદજી એ જણાવ્‍યું કે તેમણે રાજકોટની કલાપ્રિય જનતા વિશે અનેક વખત સાંભળ્‍યું છે, તો આજે આ મંચ જ ઉપર પ્રસ્‍તુતિ કરવાનો ખૂબ આનંદ થશે. ઉસ્‍તાદ શાહિદ પરવેઝ ખાન અને શશાંક સુબ્રમણ્‍યમ એ પ્રથમ પેશકશમાં તાલ રૂપક સાથે રાગ યમન આલાપપ્રજોડ સાથે સિતાર અને બાંસુરીની જુલગબંદી સાથે રજૂ કર્યો હતો. ઉસ્‍તાદજીના સિતારવાદનમાં સ્‍વરોની શુદ્ધતા, મીંડકારી, સપાટ તાન અને લયકારીની અદભુત ચમત્‍કળતિ જોવા મળી હતી. તેમના સિતારવાદનને વધુ રસદાર બનાવવા ગ્રેમી એવોર્ડ નોમીનેટેડ શ્રી શશાંક સુબ્રમણીયમ એ કર્ણાટકી શૈલીમાં બાંસુરીવાદન રજુ કર્યુ હતુ. તેમની સાથે તબલાવાદનમાં શ્રી ઓજસ અઢીયા અને કંજીરાવાદનમાં શ્રી અમળત નટરાજ એ સાથ નિભાવ્‍યો હતો અને મહેફીલને ચાર ચાંદ લગાવી દીધા હતા.

ઉ. શાહિદ પરવેઝ એ જણાવ્‍યું હતું કે તેઓની પ્રસ્‍તુતિમાં પહેલી વખત ખંજીરાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. શ્રી અમળત નટરાજ ખંજીરાની બનાવટ અંગે શ્રોતાગનને માહિતી પુરી પાડી હતી અને રાજકોટની જનતાએ પણ ખંજીરાની પ્રસ્‍તુતીને ભરપુર તાળીઓ સાથે વધાવી હતી. દરેક વાદ્યની એકલ પ્રસ્‍તુતિ સાંભળવાની અલભ્‍ય તક શ્રોતાઓને મળી હતી તેમાં પણ ઓજસ અઢિયાના તબલાવાદન અને શ્રી અમળત નટરાજના ખંજીરાવાદનના તનીઆવર્તનોનો વાર્તાલાપ નાવિન્‍યસભર રહ્યો હતો. સભાની અંતિમ પ્રસ્‍તુતિમાં ઉ. શાહિદ પરવેઝ ખાન અને શ્રી શશાંક સુબ્રમણ્‍યમ એ રાગ ખમાજને મુખ્‍ય રાખી વિવિધ રાગોનું મિશ્રણ કરી અલગ-અલગ તાલોમાં પ્રસ્‍તુત કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સર્વે કલાકારોનુ નીયો રાજકોટ ફાઉન્‍ડેશનના સ્‍વયંસેવકોના હસ્‍તે શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતુ. અંતમાં રાષ્‍ટ્રગાન પછી સભા બરખાસ્‍ત કરાઇ હતી.

સપ્ત સંગીતિના છટ્‍ઠા દિવસે તા. ૦૭ જાન્‍યુઆરી સેશન ૦૧: શ્રી વર્ણા જય સેવક દ્વારા શાષાીય કંઠય સંગીત રજૂ કરવામાં આવશે. વર્ણાએ શાષાીય સંગીતની શિક્ષા નાનપણથી જ દાદાશ્રી પં. અરુણકાંત સેવક, પં. હરિકાંતભાઈ સેવક તેમજ પિતાશ્રી ડો. જય સેવક પાસેથી મેળવી છે. પ્રાથમિક શિક્ષા શ્રી શરદ દવે પાસેથી મેળવી. તેણીએ શાષાીય ગાયનની તાાતકની પદવી શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ, રાજકોટ અને અનુતાાતકની પદવી બરોડા મ્‍યુઝિક કોલેજમાંથી હાંસલ કરી છે. આ ઉપરાંત રાજકોટના જાણીતા નળત્‍યાંગના શ્રીમતી પલ્લવી વ્‍યાસ પાસેથી કથક વિશારદની પદવી પ્રાપ્ત કરી છે. તેમની સાથે તબલાવાદનમાં તેમના પિતા અને ગુરુ ડો. જય સેવક સાથ નિભાવશે. વર્ણા સેવક સાથે હાર્મોનિયમમાં ડો. કુમાર પંડયા સાથ આપશે. 

સેશન ૦૨: વિદુષી ડો.અશ્વિની ભીડે દેશપાંડે (ગાયન): ડો.અશ્વિની ભીડે દેશપાંડે જયપુર-અતરોલી ઘરાનાના વરિષ્ઠ ગાયિકા અને ભારતના પ્રથમ હરોળના ગાયકોમાં નામના ધરાવે છે. તેમણે ગાયકીની તાલીમ તેમના માતળશ્રી માણિક ભીડેજી પાસેથી મેળવી કે જેઓ ગાન સરસ્‍વતી કિશોરી આમોનકરજી ના વરિષ્ઠ શિષ્‍યા હતા. તેઓ માઇક્રો બાયોલોજીમાં અનુતાાતકની પદવી ધરાવે છે તેમજ ભાભા એટોમિક રિસર્ચ સેન્‍ટર દ્વારા ડોક્‍ટરેટની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલી છે. શ્રી અશ્વીની ભીડે ને બંદીશ અને બંદીશની સ્‍વર રચનાની ઘનીષ્ઠ સમજ છે. શ્રી અશ્વીની ભીડે ને અનેક એવોર્ડથી સન્‍માનીત કરવામાં આવ્‍યા છે. તેણી ઉત્તમ ગાયિકા અને સંગીતકાર હોવાની સાથે એક શ્રેષ્ઠ ગુરુ પણ છે. તેમણે ૨૦૧૯ માં સપ્તસંગીતના મંચને શોભાવ્‍યું હતું. શ્રી સિધ્‍ધેશ બિચોલકર (હાર્મોનિયમ): સિધ્‍ધેશ બિચોલકરે બાળપણથીજ સંગીતની તાલીમ મેળવાની શરૂઆત કરી હતી. ત્‍યારબાદ વિધિવત રીતે પ્રથમ ગુરુ સરદ મથકરજી પાસેથી જ્ઞાન મેળવી વિદ્વાન હાર્મોનિયમ ગુરુ પં. તુલસીદાસ બોરકરજી પાસેથી તાલીમ મેળવી છે. તેમણે દેશ અને વિદેશમાં અનેક કલાકારો સાથે હાર્મોનિયમ સંગતના કાર્યક્રમો પ્રસ્‍તુત કર્યા છે. જેમાં પંડિત ઉલ્‍હાસ કશાલકરજી, પંડિત અજય ચક્રવર્તી જી, વિદુષી અશ્વિની ભીડે દેશપાંડે વગેરેનો સમાવેશ થાય છે. તેમણે હાર્મોનિયમ સોલો અને જલતરંગના અનેક કાર્યક્રમો આપેલા છે. હાલમાં તેઓ મુંબઈ ખાતે શારદા સંગીત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને હાર્મોનિયમની તાલીમ આપી રહ્યા છે. શ્રી યતિ ભાગવત (તબલા): યતિ ભાગવત સંગીતની ધરોહર ધરાવતા પરિવારમાંથી આવે છે તેમના માતળશ્રી શ્રીમતી સ્‍મિતા ભાગવત, જયપુર-અતરૌલી ઘરાનાના ભારતીય શાષાીય ગાયિકા ઢોંન્‍ડુંતાઇ કુલકર્ણીજી અને ઠુમરી ગાયક શ્રીમતી શોભા ગુરતુજીના શિષ્‍ય છે. તેમણે તબલાની પ્રારંભિક તાલીમ શ્રી અમિત પત્તકર પાસેથી અને ત્‍યારબાદ પંડિત સૂર્યાકક્ષા દેશપાંડે પાસેથી મેળવી છે. હાલમાં પં. પ્રવીણ કરકરે પાસેથી પણ તાલીમ મેળવી રહ્યા છે. તેઓને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે.આપે દેશના અનેક સંગીત સંમેલનોમાં સ્‍વતંત્ર વાદન ઉપરાંત સાથસંગત કરી શ્રોતાઓની દાદ મેળવી છે. કૌશર હાજી (વોકલ સપોર્ટ): કૌશર અશ્વિનીજીના શિષ્‍ય છે જે અશ્વિનીજી સાથે વોકલ સપોર્ટ કરશે.(૪૦.૧૫)

(2:30 PM IST)