તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 7th January 2025
આચાર્યશ્રી મહાશ્રમણજીની રાજકોટમાં પધરામણીઃ ધર્મોલ્લાસ

રાજકોટ, તા.૭: અહિંસા યાત્રા પથમ અણુવ્રત અનુશાસ્તા, યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી આજે ત્રણ દિવસના પ્રવાસ માટે રાજકોટ પધાર્યા છે. ગત ૧૦ વર્ષોમાં આચાર્ય શ્રી મહાશ્રમણજી અહિંસા યાત્રા સાથે આજે સુધી દેશ-વિદેશની લગભગ ૮૦ હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે. આચાર્ય પદ પર આસીન થયા પછી આચાર્ય મહાશ્રમણજી ત્રણ દિવસના પ્રવાસે રાજકોટ પધરામણી કરી છે. આ પ્રવાસ દરમિયાન તેરાપંથ ધર્મ સંઘના મહત્વપૂર્ણ પર્વ વર્ધમાન મહોત્સવનું પણ આયોજન થવાનું છે. પ્રાપ્ત સમાચારોને અનુસાર સંપૂર્ણ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી અનેક ગણમાન્ય વ્યક્તિઓ, રાજકારણીઓ અને બુદ્ધિજીવીઓ આ અવસરે આચાર્ય મહાશ્રમણજીની પાવન નિશ્રામાં વર્ધમાન મહોત્સવમાં ભાગ લેવા આવવાના છે. આચાર્ય મહાશ્રમણજીને ગત ૧૦ વર્ષોમાં નૈતિક જાગૃતિ અને નશો મુક્તિ માટે અનવરત યાત્રાઓ કરી છે. આચાર્ય પ્રવર હાલ ગુજરાત યાત્રા પર છે. ગત બે વર્ષોથી સતત જન જનમાં નૈતિક જાગૃતિનો સંદેશ આપતાં આવે છે. સુરત ચતુર્માસ બાદ તેમનું આગામી ચતુર્માસ અમદાવાદની સ્થિત પ્રેક્ષા વિશ્વભારતીમાં થવાની શક્યતા છે. આચાર્ય મહાશ્રમણજી આચાર્ય ભિક્ષુની પરંપરામાં ૧૧માં આચાર્ય છે. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞના પાટધર છે. આચાર્ય મહાપ્રજ્ઞએ ગુજરાતમાં અનેકવાર પ્રવાસ કર્યો અને અહિંસા અને શાંતિ માટે પ્રયત્નો કર્યા હતા. વર્ષ ૨૦૦૨માં અમદાવાદમાં શાંતિપૂર્ણ રથયાત્રા ચલાવવા માટે તેમના ફળભૂત પ્રયત્નોને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એ ખૂબ પ્રશંસા કરી હતી. આચાર્ય મહાશ્રમણજી એ ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટમાં સવારે ૮:૦૦ વાગ્યે પ્રવેશ કર્યો હતો. આચાર્ય મહાશ્રમણજીની પ્રવાસ વ્યવસ્થા માટેના સ્થાનિક સંયોજક યોગેન્દ્ર માલૂ મુજબ આ અવસરે સમગ્ર ગુજરાતભરથી હજારો લોકો રાજકોટમાં આવ્યા હતા. આચાર્ય પ્રવરનું આ પ્રવાસ પોતે ઐતિહાસિક થવાનું છે, કારણ કે તેરાપંથ ધર્મ સંઘના કોઈપણ આચાર્ય દ્વારા રાજકોટમાં એટલો લાંબો પ્રવાસ સંભવતઃ પ્રથમ વખત બની રહ્યો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (રર.૪)
(2:35 PM IST)










