<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

વોર્ડ નં.૧૧માં કુલ રૂ.૧૬૮.૬૪ કરોડના ખર્ચે કાલાવડ રોડ પર અન્‍ડરબ્રીજ-ઓવર બ્રીજ તથા જુદા જુદા મેટલીંગ થશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં (૧) રૂ.૧૬૭.૨૪ કરોડના ખર્ચે કાલાવડ રોડ પર અન્‍ડરબ્રિજ તથા ફલાયઓવર બ્રિજ બનાવવાનુ કામ, (૨) રૂ.૫૬.૫૨ લાખના ખર્ચે મોટામવા વિસ્‍તારમાં તેમજ (૩) રૂ.૩૦.૨૨ લાખના ખર્ચે  પંચરત્‍ન પાર્ક તથા નવાં ૧૫૦ ફૂટ રિંગ રોડને લાગુ રસ્‍તામાં મેટલીંગ કરવાનું કામ અને (૪)રૂ.૩૦.૭૦ લાખના ખર્ચે સત્‍યજિત સોપાનવાળા રોડ પર તેમજ (૫) રૂ.૨૧.૪૫ લાખના ખર્ચે અંબિકા ટાઉનશિપ વિસ્‍તારમાં મોદી સ્‍કૂલ વાળા રોડ પર રસ્‍તાની સાઈડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોક લગાડવાનું કામ, આમ કુલ રૂ.૧૬૮.૬૪ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં (૧) રૂ.૨૧.૪૫ લાખના ખર્ચે અંબિકા ટાઉનશિપ વિસ્‍તારમાં મોદી સ્‍કૂલ વાળા  રોડ પર રસ્‍તાની સાઈડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોક લગાડવાનું કામ, (૨) રૂ.૫૬.૫૨ લાખના ખર્ચે મોટામવા વિસ્‍તારમાં મેટલીંગ કરવાનું કામ, (૩) રૂ.૩૦.૭૦ લાખના ખર્ચે સત્‍યજિત સોપાનવાળા રોડ પર રસ્‍તાની સાઈડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોક નાખવાનું કામ તેમજ (૪) રૂ.૩૦.૨૨ લાખના ખર્ચે  પંચરત્‍ન પાર્ક તથા નવાં ૧૫૦ ફૂટ રિંગ રોડને લાગુ રસ્‍તામાં મેટલીંગ કરવાનું કામ આમ કુલ રૂ.૧.૩૮ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામો મંજુર કરવા બદલ શાસક પક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા અને વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ.

(2:38 PM IST)