News of Tuesday, 7th January 2025
વોર્ડ નં.૬ માં રૂ.૩.૭૮ કરોડના ખર્ચે વિકાસ કામો થશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬માં રૂ.૩.૭૮ કરોડના ખર્ચે સીતારામ રોડથી સંતકબીર રોડ સુધી પેવિંગ બ્લોક નાખવાનુ કામ તથા ટી.પી. રોડ પર ડામર રીકાર્પેટ કરવાનુ કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર ભાવેશભાઈ દેથરીયા, મંજુબેન કુંગશીયા અને પરેશભાઈ આર. પીપળીયા દ્વારા સ્ટેન્ડીંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
(2:38 PM IST)










