News of Tuesday, 7th January 2025
ઓખાનાં સેવાભાવી ધાર્મિક- રાજકીય અગ્રણી સ્વ.મનસુખભાઇ બારાઇનો જન્મદિવસ

રાજકોટ તા.૭ માત્ર લોહાણા સમાજ જ નહિ, સમગ્ર સમાજમાં જેનું આદરપાત્ર સ્થાન જેમની ગેરહાજરીમાં પણ છે તેવા ઓખા દ્વારકા પંથકના સામાજિક, ધાર્મિક અને રાજકીય અગ્રણી અને સ્વચ્છ છબી ધરાવતા સ્વ મનસુખભાઈ બારાઇનો આજે ૮૪મો જન્મદિવસ છે તેવા સમયે લોકો આજે તેમના ભૂલ્યા ભૂલાય નહીં તેવા કાર્યો યાદ કરી લોકો તેમના પુત્ર ભરતભાઈ બારાઈ તથા પૌત્ર આલાપ ભરતભાઈ બારાઇ ને રૂબરૂ ,મેસેજ અને ફોન્ દ્વારા શુભેચ્છા આપી વડીલ વંદનાની ફરજ બજાવી રહ્યા છે
રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગવર્નર , આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ સાથે જેમનો ખૂબ લાગણીભર્યો નાતો આજ સુધી પરિવાર સાથે જળવાયેલ રહેલ છે તેવા સ્વ મનસુખભાઈ બારાઇ સમાજમાં નાનામાં નાના માણસને એજ ઉમળકાથી મળતા, જમણા હાથે જરૂરીયાતમંદને તેનું સ્વમાન ન ઘવાય તે રીતે ખાનગીમાં મદદ કરી સારા માઠા પ્રસંગો સાચવી લીધેલ તેવા અનેક લોકો તેમને આજે દિલથી યાદ કરે છે ખૂબ મોટું કદ હોવા છતાં આ બાબત સ્પર્શી શકી નહતી, તેમના જીવનના અનેક પાસાં વચ્ચે જલારામ મંદિરમાં ધર્મ અને સેવાના સંગમ દ્વારા તેવો ઝળહળી ઉઠ્યા તેનું સ્મરણ પણ લોકોના મનમાં આજે છે, તેવા આ પાવન પ્રસંગે એક પાવન અને પવિત્ર પ્રસંગની યાદ આજે આખા દેશમાં જેનો અનેરો માહોલ છે તેવા રામમંદિર સાથે સંકળાયેલ હોવાથી આ સ્મળતિ ખૂબ મધુર છે.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે રહેલ સ્વ મનસુખભાઈ એક ધાર્મિક અગ્રણી સાથે રઘુવંશી અગ્રણી તરીકે જેમની ભગવાન શ્રી.રામમા ખૂબ આસ્થા હતી અને રામ મંદિર બનીને જ રહશે તેવું દ્રઢતાપૂર્વક માનતા સ્વ. મનસુખભાઈ દ્વારા દેવભૂમિ દ્વારકાના ગોપી તળાવ પવિત્ર ગોમતી નદી સહિત વિવિધ પવિત્ર નદીઓના જળ એકઠા કરી અયોધ્યા મોકલવામાં તેમની ભૂમિકા ખૂબ સક્રિય રહેલ.આજના સ્વાર્થી યુગમાં લોકો જેના પ્રેમ, લાગણી નિસ્વાર્થ સંબંધ, અને મોટા બનવાને બદલે મુઠી ઊંચેરા બની રહેવાના કારણે લોકો પહેલા કરતા પણ વધુ સંખ્યામાં અભિનંદન પાઠવી રહ્યા છે.
ઓખાના સરપંચ તરીકે ટેકનોલોજી ઉપયોગ સાથે સરકારમાથી કોઠા જ્ઞાનથી મોટી રકમ પ્રજા માટે મેળવી ઈંગ્લીશ મિડિયમ સ્કુલ માંટે સહાય મેળવેલ .કોઈ જાતના સ્વાર્થ વગર નાનાં મોટા કોઈની તકલીફ સમયે સહુથી આગળ રહેતા મનસુખભાઇ તાલુકા પ્રમુખ પદે પણ પસંદગી પામેલ. તેમનું જીવન ઉદાહરણ રૂપ એટલે છે કે તેઓ કોઈ સાથે પોતાના કામ સાધવા માટે સંબંધ આજના યુગ મારફત રાખવાના મતના ન્હાતા ,રાજકારણમાં રહેવા છતાં રાજકીય કાવાદાવા કરવાથી પર હતા તે તેમના પરિચયમાં આવનાર પૂર્વ રાષ્ટ્રપતિ હોય કે નરેન્દ્રભાઇ મોદી કે સામાન્ય માણસ એ સહુ સારી રીતે જાણતા એને કારણે જ તે હયાત ન હોવા છતાં તેમના પરિવારને તેમના સંબંધનો લાભ મળે છે, ટુંકમાં કોઈ માટે કરેલું અફળ જતુ નથી. આરંભડામાં જલારામ મંદિર અને નાની આવાસ યોજના પણ બનાવેલ. આમ તેઓ એક જીવનમાં ઘણા જીવન જીવી ગયા.
આલેખન ભરતભાઇ બારાઈ
ઓખા
(2:41 PM IST)










