News of Tuesday, 7th January 2025
રાજકોટમાં ‘ધ્વજાજી' ના સ્વાગત દર્શન માટે નગરજનો સ્વયંભૂ ઉમટયા
ઉકાણી પરિવારના ત્રિદિવસીય મનોરથ નિમિતે શ્રીનાથદ્વારાના પૂજય વિશાલ બાવાશ્રી ચાર્ટર્ડ પ્લેનમાં ‘ધ્વજાજી' લઈ પધાર્યા ઉકાણી પરિવાર દ્વારા ધ્વજાજીનું પૂજન વળંદાવન ધામ ખાતે આજે છપ્પન ભોગ મનોરથ : અમીન માર્ગ પર ડુંગર દરબારથી ૧ કી.મી. લાંબી અદભૂત, આકર્ષક શોભાયાત્રાથી ‘ધ્વજાજી' નું સામૈયુઃ સ્પીડવેલ ચોક ખાતે ‘ધ્વજાજી' ના દર્શન કરવા શોભાયાત્રામાં માનવ મેદની ઉમટીઃ સમગ્ર વૈષ્ણવો, સર્વે સમાજના શ્રેષ્ઠીઓ-આગેવાનો શોભાયાત્રામાં જોડાયા ઠેર-ઠેર સ્વાગત કરાયુ

રાજકોટ તા. : ૭ : રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના વળંદાવનધામમાં મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા યોજાનારા ‘મનોરથ' ઉત્સવ પૂર્વ ગઈ કાલે શ્રીનાથદ્રારા ‘ધ્વજાજી' ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું ઠેર-ઠેર સ્વાગત થયુ હતું, રાજકોટ માટે ઐતિહાસીક અને યાદગાર ધર્મયાત્રા અને ‘ધ્વજાજી' ના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. વળંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં આજે છપ્પનભોગ દર્શનનો ભાવીકો લાભ લઇ રહયા છે.
એરપોર્ટથી શ્રી નાથદ્વારાના ‘ધ્વજાજી' નું આગમન રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બાનલેબની ઓફિસ ખાતે થયું હતું, મનોરથી મૌલેશભાઈ ઉકાણી પરિવારના મૌલેશભાઈ ઉકાણી, સોનલબેન ઉકાણી, નટુભાઈ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી, અને વેવાઈ નીતીનભાઈ કણસાગરા પરિવારે ‘ધ્વજાજી' ના દર્શન કરી પુજાવિધી કરી હતી. ત્યારબાદ ર૧ કારના કાફલા સાથે ‘ધ્વજાજી' ને બાનલેબની ઓફિસથી અમીનમાર્ગના છેડે વિશાળ શોભાયાત્રાના પ્રારંભ સ્થાન સુધી લવાયા હતા.
પુષ્ટીમાર્ગીગ વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રધાન પીઠ ગણાતા શ્રીનાથદ્રારા હવેલીના શ્રી ગો.તિ. રાકેશ ઇંદ્રદમન મહારાજની આજ્ઞા અને પૂ.ગો.ચિ. વિશાલબાવા ની પ્રેરણાથી રાજકોટમાં સોમવારે ચાર્ટર પ્લેન મારફત સ્વયંમ ઠાકોરજીનું સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી'નું આગમન થયું. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજી વૈષ્ણવોને દર્શન આપવા તેમના ઘેર જાય તેવી પરંપરાના ભાવ સાથે ‘ધ્વજાજી' ના રૂપમાં દર્શન આપે છે. ગઇકાલે શ્રી નાથદ્વારા ની ‘ધ્વજાજી' સાથે પૂ. વિશાલ બાવાની સાથે ધ્વજાજી ના મુખ્યા નિલેશ સાંચીહર, તિલકાયતના મુખ્ય સલાહકાર અંજન શાહ, શ્રી નાથદ્રારા મંદિરના અધિકારી અનીલ સનાઢય, લીલાધર પુરોહીત, ઉમંગ મહેતા, પુષ્ટી સંપ્રદાયના પ્રચારક મહર્ષિ વ્યાસ, સહીત શ્રી નાથદ્વારા મંદિરની ટીમ રાજકોટ ખાતે ‘ધ્વજાજી' સાથે પધારી છે.
ગઇકાલે યોજાયેલ ૧ કી.મી. થી વધુ લાંબી ધર્મયાત્રામાં વૈષ્ણવો ઉપરાંત સર્વે સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. શોભયાત્રા ના રૂટમાં વિવિધ સ્થળોએ ૩૦ જેટલી લાઇવ મનોરમ્ય રંગોળીઓ, રંગબેરંગી ધ્વજા પતાકા, બે ધોડાસવારી, ૫૦ સોફાધારી યુવાનો ની બુલેટ રેલી, નાસિક બેન્ડના ૪૫ જેટલા આર્ટીસ્ટો, બે ડી.જે. વાન, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ૫ જેટલી વિન્ટેજ કાર, ૩૦ જેટલા પરંપરાગત લાઇટીંગ છત્રીઓ, ખેરડી ગૌશાળાના પરંપરાગત વેશભૂષામાં સજજ ૮૪ જેટલા યુવાનો, બે ઘોડા સાથેની પ બગીઓ, સાફા સાથે ૧૦૦ જેટલા બાઇક સવારો, ગ્રામ્ય સંસ્કળતીને ઉજાગર કરતા સુશોભીત બળદગાડાઓએ ધર્મયાત્રાની શોભા વધારી હતી.
શોભાયાત્રા દરમ્યાન ભાવીકોને પ્રસાદ વિતરણ માટે પ્રસાદ રથ, શોભાયાત્રાના સમગ્ર રૂટ ને હોર્ડીંગ્સ બેનરથી સુશોભીત કરાયા હતા. ફઘ્ઘ્ ની ૧૫૦ વિદ્યાર્થીઓની એક ટીમ શોભાયાત્રામાં પરેડ સાથે જોડાઈ હતી. શોભાયાત્રાના રૂટ પર વિવિધ સ્થળ પર ‘ધ્વજાજી' ના સામૈયા અને દર્શન માટે રાજકોટના નગરજનો સ્વયંભૂ ઉમટી પડયા હતા. ધર્મયાત્રા ના રૂટમાં વિવિધ સ્ટેજ પર લોકોએ ધ્વજાજી પર પુષ્પવર્ષા કરી દર્શનનો લ્હાવો લીધો હતો.
અમીનમાર્ગના છેડે ડુંગર દરબારથી શરૂ થયેલ શ્રી નાથજીની ‘ધ્વજાજી' સાથેની ધર્મયાત્રા નું ઠેર-ઠેર નગરજનોએ સ્વાગત કર્યુ હતુ. શોભાયાત્રાના માર્ગ પર ‘ધ્વજાજી' પર પુષ્પવળષ્ટિી થઈ હતી. અને દર્શન માટે ભાવીકોની લાંબી કતાર જોવા મળી રહી હતી. ડુંગર દરબાર થી બીગબઝાર થઇ નાનામૌવા સર્કલ, નાનમૌવા મેઈન રોડ, પાર્ક એવન્યુ સામે, મહાત્મા ગાંધી સ્કૂલ પાસે થઇ, ભારત પેટ્રોલીયમ પાસે થી અલય પાર્ક મેઇન રોડ પર, સિલીકોન વેલી સરદાર વલ્લભભાઈ માર્ગ પર થઈ ને જયભીમ નગર મેઇન રોડ સહીતના રૂટ પર ‘ધ્વજાજી' દર્શનમાટે ભાવીકો ની ભીડ જોવા મળી હતી. સ્પીડવેલ ચોક હવેલી ખાતે ‘ધ્વજાજી' ના દર્શનનો લ્હાવો લેવા માનવ મેહેરામણ ઉમટી પડયુ હતુ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. ત્યાથી પરસાણા ચોક ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પાસે શોભાયાત્રાનું સમાપન કરાયુ હતુ.
આ ધર્મયાત્રાના દિવ્ય પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ રાજકોટના વિવિધ સમાજો-સંસ્થાઓના અગ્રણીઓ સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શિક્ષણ જગતના ડી.બી. મહેતા, વૈષ્ણવ સં-દાય સાથે જોડાયેલા જાણીતા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયા, મુકેશભાઈ શેઠ, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, કૌશીકભાઈ રાબડીયા, મનસુખભાઈ પાણ, જીતુભાઈ ચંદારાણા, મયુરભાઈ શાહ, શાંતુભાઈ રૂપારેલીયા, હરદેવસિંહ જાડેજા, નિદતભાઇ બારોટ, મનોહર બાબરીયા, ડો. નવનીતભાઈ શેઠ, વલ્લભભાઈ સતાણી, વિક્રમસિંહ પરમાર, પ્રવિણભાઈ માકડીયા, ગોપાલભાઈ માકડીયા, અરવિંદભાઈ પાણ, ગૌતમભાઈ ધમસાણીયા, દિનેશભાઈ અમળતિયા, કાંતીભાઈ માકડીયા, કિરણબેન માકડીયા, નીલુબેન જાદવ, જયશ્રીબેન શેઠ, રમેશભાઈ ઠકકર, રમેશભાઈ જીવાણી, અરવિંદભાઇ શાહ, વિજયભાઈ બહભટ્ટ, અશ્વિનભાઈ પાંભર, જયેશભાઈ ઉપાધ્યાય, સંજય ધમસાણીયા, અશોકભાઈ દલસાણીયા, શોભનાબેન પાણ, સરોજબેન મારડીયા, બાવનજીભાઈ મેતલીયા, જમનભાઈ પટેલ ડેકોરા, પ્રજ્ઞેશભાઈ પટેલ, ડો. હેલીબેન ત્રિવેદી, ડો. કોરડીયા, કિરીટભાઈ આદ્રોજા, હરીશભાઈ લાખાણી, સર્વાનંદભાઈ સોનવાણી, મનીષભાઈ માદેકા, ગુણુભાઈ ડેલાવાલા, પ્રભુદાસભાઈ પારેખ, ધનશ્યામભાઈ હેરભા, યુસુફભાઈ માકડા, ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, અજયભાઈ પટેલ, પરિમલભાઇ પરડવા, હરીસિંહ સુચરીયા, અનુપમભાઈ દોશી, કલ્પેશભાઇ ઉકાણી, નલીનભાઈ તન્ના, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માકડ, બીપીનભાઈ બેરા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, રમેશભાઈ રાણીપા, રાજુભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, સમીરભાઈ હાંસલીયા, જયેશભાઈ વાછાણી સહીત ના ઉપસ્થિત રહયા હતા.
કાલાવડ રોડ પર ઇશ્વરીયાના ‘દ્રારકાધીશ ફાર્મ' ખાતે ૧૨.૫ એકર વિશાળ જગ્યામાં નિર્મિત વળંદાવન ધામમાં આજથી તા. ૭ જાન્યુ. એ છપ્પન ભોગ મનોરથ, ૮ જાન્યુ. એ ગૌચરણ મનોરથ અને ૯ જાન્યુ. એ દિપદાન મનોરથ ની રંગે ચંગે ઉજવણી થશે.
આ ત્રિદિવસીય મનોરથ મહોત્સવનો લ્હાવો લેવા મૌલેશભાઈ ઉકાણી બાન-ઉકાણી પરિવાર દ્રારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે. ઈશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે ૮:૩૦ થી ૧:૩૦ કલાકે અને સાંજે ૪:૩૦ થી ૮:૩૦ સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન કરી શકશે
(3:16 PM IST)










