<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ભાવનગર રોડથી નેશનલ હાઇવે તથા કુવાડવા રોડથી પેડક રોડ સુધી પાણીની લાઇન બીછાવાશે

વોર્ડ નં. પમાં ર.૪૮ કરોડના કામો થશે

 રાજકોટ : શહેરના વોર્ડ નં.૦૫માં (૧) ૅઅમળત ૨.૦ૅ યોજના અંતર્ગત રૂ.૨.૩૦ કરોડના ખર્ચે પેડક રોડ વિસ્‍તારમાં ભાવનગર રોડથી નેશનલ હાઇવે તથા કુવાડવા રોડથી પેડક રોડ સુધીના વિસ્‍તારમાં ડી.આઇ. પાઇપલાઇન નાખવાનુ કામ અને (૨) રૂ.૧૭.૩૩ લાખના ખર્ચે પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનું કામ આમ કુલ રૂ.૨.૪૮ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

 આ કામ મંજુર કરવા બદલ માધ્‍યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયા, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા અને હાર્દિકભાઈ ગોહિલ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે

(4:02 PM IST)