<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ફુડ શાખા પારેવડી ચોકમાં ત્રાટકીઃ ચીકી-લાડુના પ નમુના લીધા

સર્વેલન્‍સ ચેકીંગ દરમ્‍યાન નાનામવા રોડના બે વેપારીઓને હાઇજેનિક કન્‍ડીશન જાળવવા નોટીસઃ કોઠારીયા વિસ્‍તારમાં ૧૧ને લાઇસન્‍સ અંગે સુચના

રાજકોટ, તા. ૭: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આવી રહેલ ં મકરસંક્રાંતીના તહેવારોને અનુલક્ષીને લોકો દ્વારા પુષ્‍કળ પ્રમાણમા વપરાશમાં લેવામાં આવતી ચીકી ના ઉત્‍પાદકો તથા વેપારીઓને ત્‍યાં સધન ચકાસણી કરવામાં આવેલ અને પ નમૂના લેવામાં આવેલા હતા. અને પ નમુના લેવામાં આવ્‍યા હતા.

જે અન્‍વયે મોમાઇ ચીકી- પારેવડી ચોક, શિવ ચીકી- પારેવડી ચોક, જય બજરંગ લાઈવ ચીકી- પારેવડી ચોક, જય સિયારામ ચીકી- પારેવડી ચોક, જય જલારામ ચીકી- પારેવડી ચોક, પાર્થ ચીકી- પારેવડી ચોક, જય શંકર ચીકી- ભગવતી પરા, ક્રિષ્‍ના સિઝન સ્‍ટોર -સહકાર મેઇન રોડ સંતોષ સિઝન સ્‍ટોર- સહકાર મેઇન રોડ તથા સોનલ સિઝન સ્‍ટોર -સહકાર મેઇન રોડની ચકાસણી કરવામાં આવેલ.

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ કુલ ૦૫ નમૂના લેવામાં આવેલ.  

જેમાં તલનું કચરીયું (લુઝ):  મોમાઇ ચીકી, પારેવડી ચોક,  તલ ચીકી (લુઝ):  શિવ ચીકી, પારેવડી ચોક,  શીંગ ચીકી (લુઝ):  જય બજરંગ લાઈવ ચીકી, પારેવડી ચોક,  રાજગરાના લાડુ (લુઝ):  જય સિયારામ ચીકી, પારેવડી ચોક,  ચાંદની પાર્ક (લુઝ):  પાર્થ ચીકી, પારેવડી ચોક ખાતેથી સેમ્‍પલ લેવાની  કામગીરી કરવામાં અવી હતી.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન નાનામવા ચોક, નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ સિધ્‍ધેશ્વર ઢોસા પેઢીની તપાસ કરતા પેઢીને લાયસન્‍સ મેળવવા તથા હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ દાબેલી વાલે  નાનમવા રોડ, ગો૯ન વ્‍યુ કોમ્‍પલેક્ષ મુકામે આવેલા ચોકોબાઇટ પેઢીની તપાસ કરતા પેઢીને લાયસન્‍સ મેળવવા તથા હાઇજેનિક કન્‍ડીશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.મનપાની ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન સાંઇબાબા સર્કલ થી ભવાની ચોક કોઠારીયા વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૨૪ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

 જેમાં દર્શન ઘૂઘરા, ભોલેનાથ આઇસ્‍ક્રીમ, માધવ ડેરી ફાર્મ, રામદેવ ડેરી ફાર્મ,  શ્રીજી આઇસ્‍ક્રીમ,  ફલેવર સોડા શોપ  શ્‍યામ ગાંઠિયા, ન્‍યુ બોમ્‍બે સ્‍ટાઈલ પાણિપુરી,  ફયૂઝન ઢોસા, રામ પાણિપુરી ,શ્રી કુંભાણીયા ગાંઠિયા -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(3:30 PM IST)