<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

પોલીસ કોન્‍સ્‍ટેબલની ભરતી પ્રક્રિયા સંદર્ભે ભક્‍તિનગર પોલીસનો માર્ગદર્શન કેમ્‍પ

પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાના આયોજનનો અનેક પરિક્ષાર્થીઓએ લાભ લીધો

રાજકોટઃ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન દ્વારા હુડકો પોલીસ ચોકી પાસે આવેલા દિપ્‍તીનગર ગાર્ડન ખાતે પોલીસ ભરતીની પ્રક્‍યિાનું માર્ગદર્શન આપવા માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ ભરતીની પરિક્ષાની તૈયારી કરી રહેલા યુવાન-યુવતિઓને શારીરિક કસોટીમાં કેવી કેવી બાબતોનું ધ્‍યાન રાખવું તેમજ સરળતાથી ગ્રાઉન્‍ડ પાસ કરવા શું કરવું? તેની મહત્‍વની સમજ અપાઇ હતી. આ કામર્યક્રમમાં કાર્યકર, કોર્પોરેટર ભાર્ગવભાઇ મિયાત્રા, લોકરક્ષક દેવાનંદભાઇ રામ, અંકિતભાઇ ગેજરીયા, વસંતભાઇ બાલાસરા, કુલદિપસિંહ ઝાલા, દેવજીભાઇ પાણકુટા, મહિલા લોકરક્ષક ભુમિકાબેન ગેરેજા, રાજવીબેન વામજા સહિતે મહત્‍વની ટીપ્‍સ આપી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અનુસાર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાએ આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

(3:35 PM IST)