<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

મીલપરાના છાત્રોને ભક્‍તિનગર સોસાયટીના બગીચે બોલાવી બેફામ માર મારનારાઓને તાકીદે પકડો

છાત્રોના પરિવારજનોની પોલીસ કમિશનરને રજૂઆતઃ અમુક હુમલાખોરો અગાઉ પણ ડખ્‍ખાઓમાં સંડોવાઇ ચુક્‍યા હોઇ તમામ સામે આકરી કાર્યવાહી કરવા માંગણી

રાજકોટઃ શહેરના મીલપરામાં રહેતાં અને ધોળકીયા સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં બે કુટુંબી ભાઇ એવા સગીર છાત્રોને ગત સોમવારે સાંજે કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પાસે વાહનને કાવો મારવા મામલે માથાકુટ થતાં નિલેષ, મિહીર સહિતના શખ્‍સોએ ફોન નંબર આપી બાદમાં ભક્‍તિનગર સોસાયટીના બગીચા ખાતે બોલાવી ટોળકી રચી હુમલો કરી બેફામ માર માર્યો હતો. આ મામલે સામ-સામે પોલીસે ગુના દાખલ કર્યા છે. હુમલામાં ધોરણ-૯માં અભ્‍યાસ કરતાં ૧૬ વર્ષના છાત્ર અને ધોરણ-૮માં અભ્‍યાસ કરતાં ૧૫ વર્ષના છાત્રને ઇજા થઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે આ છાત્રોના પરિવારજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હુમલાખોરોને તાકીદે પકડી લઇ કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. રજૂઆત કરનાર છાત્રોના કુટુંબી તેજસભાઇ વરૂએ જણાવ્‍યું હતું કે હુમલામાં નિલેષ ઉર્ફ નીલુ, મિહીર, હાર્દિક, અમરદીપ, મિલન સહિતના શખ્‍સો સામેલ છે. આમાંથી અમુક તો અગાઉ પણ અનેક પ્રકારના ડખ્‍ખામાં સંડોવાઇ ચુક્‍યા છે. તમામને તાકીદે પકડી પોલીસ આકરી કાર્યવાહી કરી અમારા સંતાનોને ભયમુક્‍ત કરાવે તેવી અમારી માંગણી છે. તસ્‍વીરમાં રજૂઆત કરનારા છાત્રોના પરિવારજનો અને મારામારી થઇ તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્‍યો જોઇ શકાય છે.

(4:00 PM IST)