<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

આડેધડ પાર્કિંગ અંગે ૩૮૩ વાહન ચાલકોને દંડ

ટ્રાફિક પોલીસ દ્વારા સતત બીજા દિવસે ડ્રાઇવઃ ૧.૮૪ લાખનો દંડ વસુલાયો

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સતત બીજા દિવસે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક થતાં વાહનો સામે ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં જીલ્લા પંચાયત-અકિલા ચોક, રામકૃષ્‍ણ આશ્રમ ચોક, જાગનાથ પોલીસ ચોકી ટી-પોઇન્‍ટ, કોટેચા ચોક, કેકેવી ચોક, કોસ્‍મો ચોકડી, રાજનગર ચોક, માધાપર ચોકડી, નાના મવા ચોક, આસ્‍થા ચોકડી, લીમડા ચોક, હરિહર ચોક, મહિલા અન્‍ડર બ્રીજ ચોક, એસ્‍ટ્રોન ચોક, હનુમાન મઢી સહિતના  ૬૨ સ્‍થળોએ ડ્રાઇવ યોજી કુલ ૩૮૩ કેસ કરી રૂા. ૧,૮૪,૪૦૦નો દંડ વસુલ કર્યો હતો.  પીએસઆઇ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ. સૈયદ, ડી.ટી. સુમેરા, સી.એમ. વાછાણી અને વી. એન. બોદરની ટીમે આ કામગીરી કરી હતી.

(3:37 PM IST)