<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

રાજકોટમાં સેલેબ્રી એસ્‍થેટિકનો પ્રારંભ

સુરત અને અમદાવાદમાં સફળ બનેલ સેલેબ્રી એસ્‍થેટિકનો રીના અને વિમલ મોણપરા દ્વારા રાજકોટમાં પ્રારંભઃ ડો.સિધ્‍ધાર્થ સખીયા દ્વારા ઓપીડી

રાજકોટ : વર્તમાન સમયમાં વિજ્ઞાને હરણફાળ ભરી છે અને ટેકનોલોજીનો વિકાસ પણ ખૂબ થયો છે ત્‍યારે શરીરને વધારે સુંદર અને આકર્ષક બનાવવા માટે કોસ્‍મેટિક સર્જરીનો ઉપયોગ હવે કોઈ નવી વાત નથી.કોસ્‍મેટીક સર્જરી એ પ્‍લાસ્‍ટીક સર્જરીની જ એક શાખા છે,જેના ઉપયોગ દ્વારા વ્‍યક્‍તિત્‍વને અલગ નિખાર આપે છે અને આત્‍મવિશ્વાસમાં વધારો કરી શકે છે. જો તમારો દેખાવ તમને પોસાય તેવી કિંમતમાં તમારી ઈચ્‍છા મુજબ વધુ સુંદર, બનાવવા માંગો છો તો હવે મૂંઝાવાની જરૂર નથી.રાજકોટમાં અમીન માર્ગ પર તા.૧ર ઓકટો.થી  સેલેબ્રિ એસ્‍થેટિકનો પ્રારંભ થઇ ચૂક્‍યો છે.સુરત અને અમદાવાદ બાદ રાજકોટમાં અમીન માર્ગ પર સેલેબ્રી એસ્‍થેટિક  સેવામાં  છે.

ર્ંસ્‍કીન રિઝર્વેશનમાં સ્‍કીન લાઈટનીંગ, ગ્‍લોઇંગ ક્રીમ થેરેપી,સ્‍કીન થેરેપી એકને સ્‍કાર, લેઝર હેર રિડક્‍શન તેમજ સ્‍કીન પર થતા ડાદ્ય તેમજ પરમેનેન્‍ટ ટેટુને કાઢી આપવા જેવી સર્જરી સાથે નાકને સુંદર બનાવવાની સર્જરી પ્‍લાસ્‍ટિ,વધતી ઉંમરે ચહેરાને સુંદર બનાવવાની સર્જરી,સહિત અનેક સર્જરી ઉપલબ્‍ધ છે.

કોસ્‍મેટિક,પ્‍લાસ્‍ટિક અને હેર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સર્જન કોસ્‍મેટીક પ્‍લાસ્‍ટિક સર્જરીમાં ૧૮ વર્ષનો અનુભવ ધરાવે છે. ડો.સિદ્ધાર્થ સખીયા M.S., M.Ch. (Plastic Surgery)(BJMC, Gold Medalist)

Cosmetic, Plastic & Hair Transplant Surgeon ના સેલેબ્રિ એસ્‍થેટિક  રાજકોટમાં લાવનાર વિમલ મોણપરા એ જણાવ્‍યું હતું કે સૌરાષ્ટ્રમા આ ટાઈપની સર્જરી ક્‍યાંય થતી નથી. વર્તમાન સમયમાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે ત્‍યારે કશું જ અશક્‍ય નથી.આ દરેક સર્જરીનો ઉપયોગ કરીને વ્‍યક્‍તિ પોતાની પસંદગીનો દેખાવ મેળવી શકે છે અને આત્‍મવિશ્વાસ ભર્યું જીવન મેળવી શકે છે.

વર્તમાન સમયમાં વાળની સમસ્‍યાથી દરેક લોકો પીડાય છે ત્‍યારે હેર ટ્રાન્‍સપ્‍લાન્‍ટમાં સર્જરી પણ ઉપલબ્‍ધ છે.તા.૧૨ ઓકટોબરથી રાજકોટ બ્રાન્‍ચનો પ્રારંભ થઈ ચૂક્‍યો છે ત્‍યારે રાજકોટવાસીઓને કોસ્‍મેટિક સહિતની દરેક સેવાનો લાભ લેવા માટે celebre aesthetics ૩૦૧-આલાભ કોમ્‍પલેક્ષ, યુનિયનબેંકની ઉપર, સરાઝા કાફેપાસે, અમીનમાર્ગ, રાજકોટ.  (૩૬.૧૩)

(3:50 PM IST)