તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 7th January 2025
સુખસાગર-અંજલી સોસાયટી, શ્રીનાથજી પાર્ક સહિતના વિસ્તારમાં ૧.૮૧ કરોડના વિકાસ કામો થશે
પુર્વ મેયર પ્રદીપ ડવ, સોરઠીયા તથા કોર્પોરેટર લાઠીયા, દેલવાડીયાના પ્રયત્નો સફળ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૨માં જનભાગીદારી યોજના હેઠળ (૧) રૂ.૩૪.૭૭ લાખના ખર્ચે શનૈશ્વર સોસાયટી, રિધ્ધિ-સિધ્ધી સોસાયટીના કોમન પ્લોટ તથા આશ્રય ગ્રીન સોસાયટીમાં, (૨) રૂ.૩૦.૨૬ લાખના ખર્ચે સુખસાગર સોસાયટી, કૈલાશ પાર્ક, રૂપ રેસીડેન્સી, અંજલી સોસાયટી, અલય વાટિકા તથા નંદનવન સોસાયટી-૨ના કોમન પ્લોટમાં, (૩) રૂ.૩૪.૮૧ લાખના ખર્ચે શ્યામ પાર્ક, શ્રીનાથજી પાર્ક, જય ગુરુદેવ પાર્ક તથા ધનરાજ પાર્કના કોમન પ્લોટમાં, (૪) રૂ.૩૫.૨૬ લાખના ખર્ચે મધુવન સોસાયટી, કર્મચારી સોસાયટી, શિવ વાટિકા, તિરૂપતિ પાર્ક, ગોવિંદરત્ન ગ્રીન સિટી શેરી નં.૩, ગેલ આઈ પાર્ક તથા શિવધાર સોસાયટીના કોમન પ્લોટમાં, (૫) રૂ.૧૩.૦૧ લાખના ખર્ચે સમળધ્ધિ પાર્ક, રાધિકા પાર્ક તથા પ્રે્રમવતી પાર્કના કોમન પ્લોટમાં તેમજ (૬) રૂ.૩૨.૯૬ લાખના ખર્ચે દ્વારકાધીશ સોસાયટી શેરી નં.૨ તથા ૩ માં કોમન પ્લોટમાં તથા પુનિત પાર્ક શેરી નં.૨,૩ અને ૮ તથા મિત હાઇટ્સ પાસે જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક નાખવાનું કામ આમ કુલ રૂ.૧.૮૧ કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.
આ કામો મંજુર કરવા બદલ પૂર્વ મેયર તથા વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો. પ્રદીપ ડવ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન તથા કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા તેમજ કોર્પોરેટર મિતલબેન લાઠીયા, અસ્મીતાબેન દેલવાડીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કર્યા છે.
(3:54 PM IST)










