<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

શેરબજાર માટે કેન્‍દ્રીય બજેટ હવે સૌથી મહત્‍વનું:આર.બી.આઈની પોલીસીની અસર પણ બજાર પર જોવા મળશે

ત્રીજા ક્‍વાર્ટર ના પરિણામો નિરાશાજનક રહેવાની શક્‍યતાઃ વિદેશી નાણાકીય સંસ્‍થાઓની વેચવાલી થી બજાર ખરડાશે ડોલર પર અંકુશ ખૂબ જ જરૂરી અને અગત્‍યનું સાબિત થશે

શેરબજાર માટે આગામી કેન્‍દ્રીય બજેટ ખૂબ જ અગત્‍યનું સાબિત થશે. બજેટમાં રાહતની અપેક્ષાઓ ઘણી છે. રોકાણકારો,સામાન્‍ય નાગરિકો, ઉદ્યોગપતિઓ દરેકની નજર આવનારા બજેટ પર છે. ડાયરેક્‍ટ અને ઇન-ડાયરેક્‍ટ ટેક્‍સ માં કોઈ પણ પ્રકારની રાહત બજાર માટે ખૂબ જ પોઝિટિવ સાબિત થશે.

   બીજી બાજુ નવા વેરા ને કોઈ ગુંજાઈશ નથી. કોઈ પણ પ્રકારનો નવો બોજો શેરબજાર માટે ઘાતક સાબિત થશે.જી.એસ.ટીની સરકારને ખૂબ જ સારી આવક થઈ રહી છે.ઉપરાંત ક્રૂડના ભાવો પણ દ્યણા અંકુશમાં છે. જેને લઈને પણ બજેટમાં રાહતની અપેક્ષા બજારમાં જોવાય રહી છે. જી.એસ.ટી ટેક્‍સ ની આવકમાં દ્યણો સુધારો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ.ત્‍યારે આવનારા બજેટમાં મિડલ ક્‍લાસ માટેની રાહત શેરબજારમાં ચાર ચાંદ લગાવી શકે છે.આ અઠવાડિયે ઘણી બધી કંપનીઓના ત્રીજા ક્‍વાર્ટર ના પરિણામો જાહેર થશે પરંતુ ખાસ કોઈ સારા પરિણામોની શક્‍યતા બજાર જોઈ રહ્યું નથી. આર.બી.આઈની દ્વિ-માસિક બેઠકના પરિણામો પર પણ બજારની નજર છે.વ્‍યાજદરોમાં દ્યટાડો આવે તેવી પૂરી શક્‍યતા બજારમાં જોવાઈ રહી છે. વ્‍યાજદરો નો ૦.૨૫ બી.પી.એસ નો દ્યટાડો પણ બજાર માટે ફાયદાકારક સાબિત થશે. જો વ્‍યાજ દર યથાવત રહેશે તો બજારમાં ફરી નિરાશા નું મોજુ ફરી વળશે.  જાન્‍યુઆરી મહિનાના અંત સુધીમાં વિદેશી રોકાણકારોનો ભારતીય શેરબજાર પ્રત્‍યેનો અભિગમ પણ જાણવા મળી જશે. વિદેશી નાણાકીય સંસ્‍થાઓ બજારમાં ફરી શેરો વેચશે તો બજારમાં નવી મંદી આવશે.બજાર મા મંદીનો નવો દોર ફરી શરૂ થશે. વિદેશી નાણાકીય સંસ્‍થાઓ ભારતીય શેરબજારમાં શેરો લેવાનું શરૂ કરે કે ફક્‍ત શેર વેચવાનું બંધ કરશે તો પણ બજારમાં સ્‍થિરતા જોવા મળશે. વિદેશી નાણાકીય સંસ્‍થાઓ જો શેરોમાં હોલ્‍ડિંગ વધારશે તો ફરી પાછી બજારમાં રોનક આવી શકે છે.શેરબજારના નિષ્‍ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્‍યાનુસાર જાન્‍યુઆરી નું છેલ્લું અઠવાડિયું અને ફેબ્રુઆરી નું પ્રથમ અઠવાડિયું શેરબજાર માટે ખૂબ જ મહત્‍વનું સાબિત થશે.રોકાણકારોએ એક મહિનો ધીરજ રાખવી. બજેટ, આર.બી.આઇની પોલિસી, કંપનીના ત્રીજા ક્‍વાર્ટર ના પરિણામો જોઈને રોકાણ કરવું હિતાવહ રહેશે.

 શેરબજારમાં આમેય વોલ્‍યુમ માં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે.સેબીના નવા કડક નિયંત્રણ વાયદાઓ પર આવતા અને લોટ સાઈઝ મા ત્રણ ગણો વધારો થતા કોલપુટ અને સ્‍ટોક ફ્‌યુચર ના વોલ્‍યુમ માં દ્યણો ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિદેશી નાણાકીય સંસ્‍થાઓની સતત વેચવાલીના કારણે પણ શેરબજાર ના વોલ્‍યુમ માં દ્યટાડો થયો છે. રોકાણકારો ગભરાયા છે. પ્રાઇમરી માર્કેટ પણ સુસ્‍ત છે. નવા મેગા આઇ.પી.ઓની રાહમાં પ્રાઇમરી બજાર છે. એસ.એમ.ઇ આઇ.પી.ઓ માં ભરણા વધારે થઈ રહ્યા છે.એલોટમેન્‍ટ ન આવવાની ફરિયાદો પણ રોકાણકારોમાં છે.એલોટમેન્‍ટ આવતું જ નથી પરંતુ મુખ્‍ય કારણ અનેક ગણા ભરણા છે.

 વિકલી એક્‍સપાયરી બંધ થવાથી બ્રોકરો ને બ્રોકરેજ આવકમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્‍યો છે. રેવન્‍યુ ઘણી ઘટી ગઈ છે. નાના-નાના સબબ્રોકરો ને ૪૦્રુ સુધીનો ઘટાડો રેવન્‍યુ માં જોવા મળી રહ્યો છે. (૩પ-પ)

(4:43 PM IST)