<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

શાળામાં લંપટ શિક્ષકે અશ્લીલ વીડિયો બતાવી વિદ્યાર્થીનીની છેડતી કરી

રાજકોટમાં શિક્ષક વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈઃતપાસ કમિટી બનાવી સખ્ત કાર્યવાહી કરાશે. ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાશે

રાજકોટ,તા.૭

રાજકોટમાં કુવાડવામાં બેડી વાછકર ગામની શાળામાં લંપટ શિક્ષકે અશ્લીલ વીડિયો  બનાવી વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. જેથી શિક્ષક વિરૃદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધી છે.

કુવાવડા ગામે શિક્ષક કમલેશ અમૃતિયાએ ધોરણ ૫ની વિદ્યાર્થીનીને ન્યૂડ વીડિયો બતાવી છેડતી  કરી હતી.  બેડી વાછકપર ગામમાં શિક્ષકે અશ્લીલ હરકતો કરતા બાળકી ડઘાઈ ગઈ હતી. આ મામલે માતાપિતા, ગ્રામજનોને માલૂમ પડતા ૫ સભ્યોની તપાસ ટીમની રચના કરાઈ છે. શિક્ષક વિરૃદ્ધ ડીઈઓ દિક્ષિત પટેલે નિવેદન આપ્યું છે, તપાસ કમિટી બનાવી સખ્ત કાર્યવાહી કરાશે. ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાશે.

અગાઉ મહીસાગરમાં એક લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા ચકચાર મચી ગઈ છે અને લોકોનો રોષ ફાટી નકળ્યો છે. મહીસાગરના વીરપુર ખાતે છેડતીનો આ બનાવ બન્યો હતો. જેમાં વીરપુર ગામના રણજીતપુરા ગામની સ્કૂલમાં આ અઘટિત ઘટના બની હતી.

(9:57 PM IST)