<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ડી.ડી.ઓ. નવનાથ ગવ્‍હાણેને સુરેન્‍દ્રનગરના પ્રથમ મ્‍યુનિસિપલ કમિશનર બનવાનું માન

રાજકોટ જિલ્લા પંચાયતમાં ૧૧ માસના કાર્યકાળમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી સી.એમ. ડેશબોર્ડે, નવી કચેરીનું ખાતમુહુર્ત, વૃક્ષોનું સ્‍થળાંતરઃ ટીબી સામે અભિયાન વગેરે ઉલ્લેખનીય

રાજકોટ, તા., ૮ : રાજય સરકારે ગઇકાલે કરેલ હુકમ  મુજબ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્‍હાણેને નવરચિત સુરેન્‍દ્રનગર-વઢવાણ મહાનગર પાલીકાના કમિશનર તરીકે નિયુકત કરવામાં આવ્‍યા છે. તેઓ અગાઉ સુરેન્‍દ્રનગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચુકયા છે. હવે ત્‍યાં પ્રથમ મ્‍યુનિસિપલ કમિશનર બનવાનું માન તેમને મળ્‍યુ઼ છે. તેઓ ટુંક સમયમાં નવી જગ્‍યાએ કાર્યભાર સંભાળશે.

મૂળ મહારાષ્‍ટ્રના વતની અને ર૦૧૬ની બેચના આઇ.એ.એસ. કેડરનાર ઉત્‍સાહી યુવાન અધિકારી શ્રી નવનાથ ગવ્‍હાણેએ તા.૧ ફેબ્રુઆરી ર૦ર૪ના દિવસે રાજકોટ જિલ્લા પંચાયતમાં ડી.ડફી.ઓ. તરીકે જવાબદારી સંભાળેલ. તેમનો ૧૧ માસનો કાર્યકાળ યાદગાર રહયો છે. જિલ્લા પંચાયતની કચેરીનું કામચલાઉ સ્‍થળાંતર, નવી કચેરીનું ભુમીપુજન, જુની કચેરીમાં કેટલાક વૃક્ષોનું પુનઃ સ્‍થાપન, સી.એમ. ડેશબોર્ડમાં સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લાને પ્રથમ સ્‍થાન, કુપોષણ અને ટીબી સામે અભિયાન, વિકાસ ફંડની સ્‍થાપના, સરકારી દવાખાનામાં પ્રસુતિ કરાવનારને દિકરી જન્‍મે તો માતા-પુત્રી માટે પોષણ સહાય, જળસંચય અભિયાનમાં જનપ્રતિનિધિઓની ભાગીદારી વગેરે તેમના કાર્યકાળની વિશેષ ઉલ્લેખનીય બાબતો છે. કોઇ પણ વાદ-વિવાદ વગર સંવાદથી જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં વિકાસ માટે મહત્‍વનું યોગદાન આપ્‍યું છે. અધિકારીઓ, પદાધિકારીઓ, શુભેચ્‍છકો વગેરેએ તેમને નવી જવાબદારીમાં સફળતા માટે શુભેચ્‍છા પાઠવી છે. (મો. ૯૯૭૮૪ ૦૬ર૪પ રાજકોટ.)

(12:02 PM IST)