તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
તુ માનસીક બીમાર છો કહી વૈશાલીબેન સોઢાને પતિ સાસરિયાઓએ મારમારી ઘરમાંથી કાઢીમુકયા
પુષ્કરધામ પાસે ગીત ગુંજન રેસીડેન્સીમાં બનાવઃ પતિ સમીર સોઢા, સાસુ ગીતાબેન, દિયર શ્વેતાંગ અને દેરાણી, નિશા સામે ફરિયાદ

રાજકોટ તા. ૮: યુનિવર્સિટી પુષ્કરધામ પાસે ગીતગુંજન રેસીડેન્સીમાં રહેતી મહિલાને નજીવી બાબતે પતિ, સાસુ, દિયર અને દેરાણી સહિતે ઝધડો કરી તુ ગાંડી છો, તું શું કરી લઇશ કહી પતિએ મારમારી ઘરમાંથી કાઢીમુકતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ પુષ્કરધામ પાસે ગીતગુંજન રેસીડેન્સીમાં બ્લોક નં. ૪૮ માં રહેતા વૈશાલીબેન સમીરભાઇ સોઢા(ઉ.૪૧) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ સમીર વિનોદભાઇસોઢા, સાસુ ગીતાબેન સોઢા, દિયર શ્વેતાંગસોઢા અને દેરાણી નિશા સોઢા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાના ૧૧ વર્ષ પહો સમીર સડા સાથે લગ્ન થયા હતા. પતિ યાજ્ઞીક રોડ પર કપડાનો શોરૂમ ધરાવે છે. લગ્ન બાદ અઢી વર્ષ સુધી પતિ-સાસરીયા ઓએ પોતાને સારી રીતે રાખેલ બાદ પપિ, સાસુ, દિયર અને દેરાણી ઘરકામ બાબતે ત્રાસ આપતા પોતે માવતરે રીસામણે ગયા બાદ પતિ વિરૂધ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો. આ કેસ કોર્ટમાં પાંચ વર્ષ કેસ ચાલ્યો બાદ ગત ફેબ્રુઆરીમાં પતિએ બધા કેસોમાં સમાધાન કરી પોતાને તેડી ગયા હતા. પોતે પતિના ઘરે આવ્યા પછી પણ પોતાને કામવાળી ની જેમ રાખતા હતા. અને ઘરની બહાર નીકળવા દેતા નહી અને નાની નાની બાબતમાહં મેણાટોણા મારી ત્રાસ આપતા અને દેરાણી અને સાસુ ઘરકામ બાબતે હેરાન કરી પતિને ચઢામણી કરતા પતિ પોતાને મારમારી ત્રાસ આપતો હતો. પતિ, સાસુ, દિયર, દેરાણી પોતાને કામવાળીની જેમ રાખતા હતા. પોતાને છૂટાછેડા આપવા માટે પતિએ કાગળો પણ તૈયાર કરાવી લીધા હતા. શારીરીક અને માનસીક ટોર્ચર કરતા પોતાની માનસીક સ્થિતિ પણ ખરાબ કરી નાખી છતા પોતે બધુ સહન કરતા હતા. ગઇકાલે સવારે પોતે ઘરમાં કામ કરતા હતા ત્યારે સાસુ પોતાને હેરાન કરતા હોઇ જેથી પોતે તેની સાથે બોલતા ન હોઇ છતા તે પતિને ચઢામણી કરતા કે તારી પત્ની તથા તારો દીકરો ઘરમાં હેરાન કરે છે. બાદ પોતે પતિને કહેતાકે હું ઘરમાં કોઇને કાંઇ કહેતી નથી છતા પણ મારૂ નામ શું કામ આપો છો તેમ કહેતા પતિએ કહેલ કે તું ગાંડી છો અને તું શુ઼ કરી લઇશ કહી પોતાને મારમારી પોતાનું માથુ પકડી દીવાલમાં ભટકાડયુ હતું. બાદ પતિ, દિયર અને દેરાણીએ પોતાને રૂમમાં પુરી દીધા હતા. દેકારો બોલતા પાડોશીઓ એકઠા થતા પોતાને વધુ મારથી છોડાવતા પોતે ત્યાંથી ભાગી ગયા બાદ ઘરપાસે બગીચામાં બપોર સુધી બેઠા બાદ ૧૦૮ માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.આર. રત્નુ સહિતે હોસ્પિટલે પહોંચી મહિલાની ફરિયાદ પરથી પતિ સાસરીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
(2:29 PM IST)










