News of Wednesday, 8th January 2025
શ્રી ભાગીરથી મહિલા મંડળ દ્વારા માર્ચમાં શ્રીમદ દેવી ભાગવત નવાન્હ પારાયણ કથાનું ભવ્ય આયોજન
ગૃહઉદ્યોગ કાર્ય કરતા બહેનો માટે સખીહાર, કિડસઝોનઃ નામ નોંધણી શરૂ

રાજકોટઃ શ્રી ભગીરથી મહિલા મંડળ- રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રનાં હાર્દ સમા રાજકોટ શહેરમાં તા.૩૦-૦૩-૨૦૨૫ થી તા.૦૭-૦૪-૨૦૨૫ અને ચૈત્રિ નવરાત્રીમાં નવદુર્ગા માંની આરાધનાનાં પાવનકારી દિવસોમાં ‘‘શ્રીમદ દેવી ભાગવત નવાન્હ પારાયણ કથા''નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ગૃહઉદ્યોગ કરતા બહેનો માટે ‘‘સખીહાટ''નું આયોજન પણ કરવામાં આવેલ છે. સાથે સાથે બાળકો માટે કિડસઝોન પણ રાખેલ હોવાનું યાદીમાં જણાવાયુછે.આ શ્રીમદ દેવી ભાગવત કથા અંગે વધુ માહિતી તેમજ સહયોગ આપવા ગીતાબેન આર.પંડયા મો.૯૪૨૯૯૭૮૨૪૦, માલાબેન પી.લોઢીયા મો.૯૮૨૪૮૧૫૮૬૧, રૂપલબેન ડી ઠકકર મો.૯૮૨૫૭૧૮૨૦૪,નિકિતાબેન એસ.દવે મો.૯૪૨૬૫૨૯૨૪૦, દર્શાબેન એસ.જોશી મો.૭૫૭૩૦ ૨૫૨૩૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:37 PM IST)










