<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ભગવતીપરામાં સ્‍કુલ લોકાર્પણ અન્‍વયે પદાધિકારીઓની સ્‍થળ મુલાકાત

રાજકોટઃ શહેરના  વોર્ડ નં.૪ માં ભગવતીપરા વિસ્‍તારમાં રૂ.૧૯.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત અત્‍યાધુનિક અને સુવિધાયુક્‍ત માધ્‍યમિક શાળા(હાઈસ્‍કુલ)ના બિલ્‍ડીંગનું લોકાર્પણ આગામી તા.૧૨ રવિવારના  કરવામાં આવનાર  છે જે અન્‍વયે પૂર્વ તૈયારી અને આયોજના ભાગરૂપે આજે પદાધિકારીશ્રીઓ દ્વારા અધિકારીઓન દ્વારા  સ્‍થળ મુલાકાત લેવામાં આવેલ. આ સ્‍થળ મુલાકાતમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા,  શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, માધ્‍યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, બાંધકામ કમિટી ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, રોશની કમિટી ચેરમેન કાળુભાઈ કુગસીયા, ઈ.ચા.આસી.મ્‍યુનિસિપલ કમિશનર બી.એલ.કાથરોટીયા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, ઇસ્‍ટ ઝોન સિટી એન્‍જી.મનોજ શ્રી વાસ્‍તવ, રોશની વિભાગના ઈ.ચા. એડી. સિટી એન્‍જી. ભાવેશ જીવાણી, રોશની વિભાગના ડેપ્‍યુટી એન્‍જી. નરેશ પટેલીયા, વોર્ડ નં.૪ ડેપ્‍યુટી એન્‍જી.હિરેન ટોળીયા, ઈ.ચા.મેનેજર નિલેશ કાનાણી, સાંસ્‍કળતિક વિભાગના કર્મચારી તેમજ એજન્‍સીના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહેલ.   આ સ્‍થળ મુલાકાત દરમ્‍યાન પદાધિકારીઓએ મંડપ, સાઉન્‍ડ, વી.વી.આઈ.પી.બેઠક વ્‍યવસ્‍થા, જનરલ બેઠક વ્‍યવસ્‍થા, ર્પાકિંગ, એલ.ઈ.ડી., બેક ડ્રોપને, તકતી અનાવરણ વગેરે બાબત અંગે લગત અધિકારીઓને તથા એજન્‍સીઓને જરૂરી સુચના આપવામાં આવી.

(3:43 PM IST)