<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

મનપાની કડક વસુલાતઃ રૈયાનાકા- ચુનારવાડ સહિતના વિસ્‍તારમાં ૧૦ મિલ્‍કતને તાળા

૧ ને નોટીસ, ૩ નળ કનેકશન કટ્ટઃ ૨૩.૨૪ લાખની વસુલાત

રાજકોટ તા.૮: મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ની રીકવરી ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્‍તારમાં ૧૦ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૫ મિલ્‍કતોને સીલની કાર્યવાહી કરતા રીકવરી થયેલ તથા ૧ યુનિયટની નોટીસ સામે રીકવરી થયેલ ૨ નળ કનેકશન કપાત કરતાં રીકવરી થયેલ તથા ૩ નળ કનેકશન કપાત થયા છે. બપોર સુધીમાં રૂા.૨૩.૨૪ લાખની વસુલાત થવા પામી છે.

આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે. નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્‍ગુની કલ્‍યાણી, ઇસ્‍ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગોૈરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેકટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:44 PM IST)