તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
વીરદાદા જશરાજજીના શૌર્યદિન નિમીતે શુક્રવારે બહેનો માટે અંતાક્ષરી : સોમવારે બમ્પર હાઉઝી : ૧૬મીએ રાસગરબા
રઘુવંશી પરિવાર ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો : તમામ સ્પર્ધા કાર્યાલય ખાતે યોજાશે

રાજકોટ : રઘુવંશીઓના આરાધ્ય વીરદાદ જશરાજજીના શૌર્ય દિન નિમિતે ૨૨ જાન્યુઆરીના રોજ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટની મહિલા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૦ શુક્રવારના રોજ અંતાક્ષરીનું આયોજન કરેલ છે. જે પાંચ-પાંચના ગૃપમાં રમાડવામાં આવશે.
રાજકોટમાં વસતા તમામ રઘુવંશી બહેનો તથા દીકરીઓ આ અંતાક્ષરીમાં ભાગ લઇ શકશે. અંતાક્ષરીમાં જુના-નવા તેમજ ધાર્મિક ગીતોની રમઝટ બોલાવવામાં આવશે. તેમજ તા.૧૩ ને સોમવારના દિવસે બમ્પર હાઉઝી તેમજ અન્ય ગેમ અને તા. ૧૬/૦૧/૨૦૨૫ને ગુરૂવારના રોજ રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
તમામ કાર્યક્રમનો સમય સાંજે ૬ થી ૯ યોજાશે.દરેક કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ તમામ સ્પર્ધા મધ્યસ્થ કાર્યાલય-જાગનાથ મંદિર ચોક, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ.
કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રીતીબેન પાંઉ મો.૯૮૭૯૧ ૯૧૧૧૦, શોભનાબેન બાટવીયા મો.૭૯૯૦૯ ૭૨૮૩૧ નો સંપર્ક કરવો.
રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સભ્ય બનવા માટે મો.૮૧૪૧૪ ૮૮૨૮૮ પર હાઇ લખીને મોકલવા જણાવાયું છે.
તસ્વીરમાં મનીષાબેન ભગદેવ, શીતલબેન બુધ્ધદેવ, પ્રિતીબેન પાંઉ, પલ્લવીબેન પોપટ, હીરલબેન કંટારીયા, જાગૃતિબેન ખીમાણી, કિરણબેન કેશરીયા, વર્ષાબેન પાંઘી, તૃપ્તીબેન નથવાણી, અનીતાબેન પાંઉ, મીનાબેન સુચક, વંદનાબેન સેજપાલ, ભાવનાબેન જોબનપુત્રા, કિર્તીબેન ગોટેચા, કદમબેન બુધ્ધદેવ, રોનકબેન પારેખ, જલ્પાબેન દતાણી, અંજનાબેન ચતવાણી, હેમાબેન ગઢીયા, જીતાબેન દતાણી, કુસુમબેન સંજપાલ, કમલાબેન ભાગ્યોદય, હિનાબેન પોપટ, હેતલબેન ચતવાણી, નીશાબેન વણઝારા, હેમાબેન ક્કકડ નજરે પડે છે (તસ્વીર : અશોક બગથરીયા)
(3:50 PM IST)










