News of Wednesday, 8th January 2025
મનપાની ૬ હાઈસ્કુલોનો સાંસ્કળતિક કાર્યક્રમ ‘‘કલરવ-૨૦૨૫'' યોજાયો
કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૪ની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તળતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સાંસ્કળતિક ક્ષમતાને બહાર લાવી, ઉજાગર કરવાના હેતુથી વાર્ષિકોત્સવ ‘‘કલરવ-૨૦૨૫'' કાર્યક્રમ તેમજ વર્ષ ૨૦૨૪ની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તળતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન આજ તા.૦૮/૦૧/૨૦૨૫, બુધવારના સવારે ૧૦કલાકે પૂ.પ્રમુખ સ્વામિ ઓડીટોરીયમ ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમનો શુભારંભ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો.
આ કાર્યક્રમનું દિપ પ્રાગટય મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવેલ. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત તેમજ કાર્યક્રમની આભારવિધિ માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા દ્વારા કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા અને ટેલેન્ટ હન્ટ સ્પર્ધામાં પસંદગી પામેલ પૈકી ટોકન સ્વરૂપે ત્રણ વિદ્યાર્થીઓ ૧) મેહતા હેતા-શાળા નં.૯૮, ૨) પંચાસરા કોમલ-મુજકા પ્રાથમિક શાળા-૨, ૩) રાઠોડ નિશિત-આદિત્ય પ્રાથમિક શાળા-નં.૩૩ને સ્પોર્ટ્સ કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ.
કલરવ-૨૦૨૫ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, વાઈસ ચેરમેન ડૉ.પ્રવિણભાઈ નિમાવત, માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉઘરેજા, કોર્પોરેટર મંજુબેન કુગસિયા, વિનુભાઇ સોરઠીયા, અલ્પાબેન દવે, દુર્ગાબા જાડેજા, દક્ષાબેન વસાણી, કંચનબેન સિધ્ધપુરા, જીતુભાઈ કાટોડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય જાગળતિબેન ભાણવડીયા, સુરેશભાઈ રાઘવાણી, નાયબ કમિશનર ચેતન નંદાણી, એચ.આર.પટેલ, આસી.કમિશનર સમીર ધડુક, એન.કે.રામાનુજ, સિટી એન્જી.ભાવેશ જીવાણી, મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ધોણીયા, ગ્રંથપાલ નરેન્દ્ર આરદેશણા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, નાયબ કાર્યપાલક ઈજનેર બિરજુ મહેતા, ૬ હાઈસ્કુલના આચાર્યશ્રી, શિક્ષકો, વાલીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા.


(4:00 PM IST)










