News of Thursday, 9th January 2025
પદ્મભૂષણ પં. અજય ચક્રવર્તીજીના કંઠથી વહેતી ભાવસભર તથા શળંગારરસ-મિશ્રીત ઠુમરીનો આસ્વાદ માણી શ્રાવકો થયા કળતજ્ઞ
સૌપ્રથમ વાર ત્રણ કલાક ઠુમરી માટે ખાસ સભાનું આયોજન કરવાનો શ્રેય રાજકોટના ફાળે સંગીત મારૂં સર્વસ્વ છે હું દસ રાત્રી ઠુમરી ગાઈ શકું તેટલો ખજાનો મારી પાસે છેઃ પંડિત શ્રી અજય ચક્રવર્તીજી

રાજકોટઃ નીઓ રાજકોટ ફાઉન્ડેશ દ્વારા આયોજીત સાત દિવસીય સપ્તસંગીતિ ૨૦૨૫ સમારોહના અંતિમ દિવસે પદ્મભુષણથી સન્માનિત પંડિત શ્રી અજય ચક્રવર્તીજી એ સંગીતપ્રિય શ્રોતાઓને સુરોથી તરબતર કરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯માં પં. અજય ચક્રવર્તીજીના કંઠે શાષાીય સંગીતના ખયાલ અંગ સાંભળવાનો લાહવો મળ્યો હતો, જ્યારે આ અંતિમ દિવસે ઠુમરી અંગનો આસ્વાદ લેવાનો શ્રોતાઓને અવિસ્મરણીય મોકો મળ્યો હતો. સંગીત સભાની શરુઆત આ દિવસના પેટ્રન એચજે ઈન્ડીયા પ્રા.લી. ના શ્રી વિનોદભાઈ દોશી, શ્રી દેવેનભાઈ દોશી અને શ્રી પારસભાઈ દોશી તથા શુભેચ્છક ડો.કે.કે.રાવલના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. સભાની શરુઆતમાં નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટરશ્રીઓ અને ટીમના સભ્યોએ સભાખંડમાં સ્થાન પર ઉભા થઈને શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વરસતો આભાર અને અભિનંદનવર્ષા ઝીલી હતી.
પં. અજયજી એ તેમની કલા પ્રસ્તુતિ પહેલા સમગ્ર સપ્તસંગીતિની ટીમ અને ખાસ કરીને રાજકોટની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઠુમરી માટે આ ત્રણ કલાકની સભાનું આયોજન કરવું તે ખરેખર કઠીન કાર્ય છે અને હવેથી હું દેશભરમાં આવા ઠુમરીના કાર્યક્રમો શરૂ કરીશ જેનો શ્રેય રાજકોટની સપ્તસાંગીતિની પ્રથમ સભાને ફાળે જાય છે. તેમની પ્રથમ પેશકશમાં બનારસ અંગની કલ્યાણ રાગમાં નિબદ્ધ અબ તો આન મિલો સજના ઠુમરી રજુ કરી હતી જેમાં ભાવો અને લયનું સુંદર મિશ્રણ હતું. જેમાં મારુ બિહાર, કામોદ, કેદાર, શ્યામ કલ્યાણ અને આસાવરી જેવા રાગોની છાંટ રજૂ કરી શ્રાવકોને મોહિત કરી દીધા હતા. પંડિતજી પરિપૂર્ણ કલાકાર હોવાની સાથે એક શ્રેષ્ઠ કલા ગુરુ પણ હોવાથી શ્રોતાઓને તેમની દરેક પેશકશમાં ઠુમરીના શબ્દો અને તેમાં રહેલા ભાવની સમજ આપતા જાણે સભાખંડ વર્ગખંડ બની ગયો હોય તેવું લાગતું હતું. ઝપતાલમાં કાહે કરત મોસે શબ્દો અને તેના ભાવ સમજાવી પ્રસ્તુત કર્યું હતું. ત્યારબાદ ખમાજમાં મિલકે લે પદ તાલ ગાઓ બજાવો આ બંધીશ શબ્દોની રમત સાથે પ્રસ્તુત કરી હતી.
પંડિતજી એ ફિલ્મોના ઘણા રાગ આધારિત ગીતો લલકારી સંભળાવ્યા હતા અને કહ્યું હતું કે આ ગીત જેટલા પ્રચલિત છે પરંતુ રાગ છુપાઈ ગયો છે, આપણે આવનારી પેઢીને રાગની મહાનતા વિશે માહિતગાર કરવા તે આપણી જવાબદારી છે. પંડિતજી સાથે તેમની શિષ્યા આયેશા મુખર્જીએ અતિ મધુર અવાજમાં પિયા કી બોલ ન બોલ ઠુમરી રજૂ કરી હતી તેમના અન્ય શિષ્ય બ્રજેશ્વર મુખર્જીએ બડે ગુલામ અલી ખાન સાહેબને જાણીતી અને ખૂબ પ્રિય બંધીશ પ્રેમ કી મારે કટારે રાગ સોહનીમાં રજૂ કરી હતી. આ તમામ કલાકારો સાથે સૌથી યુવા અને પ્રતિભાવાન તબલાવાદક ઈશાન ઘોષે અદભુત તબલા વાદન રજૂ કર્યો હતો. સભાને આગળ વધારતા પંડિતજીએ મિયા કી મલ્હાર રાગના બંધારણ અને તેની રચના વિશે માહિતી આપતા બદરીયા ગીર આઈ રજૂ કરી હતી. જેમાં પંડિતજી એ રાગ દરબારીની છાંટ બન્ને ગંધાર અને બન્ને નિષાદના ઉપયોગ સાથે રજૂ કરી હતી. ત્યારબાદ રાગ પહાડીમાં બ્રજેશજી સાથે પંડિત અજય ચક્રવર્તીજીએ અબ તો આવો સજના દાદરામાં ખૂબ હૃદયસ્પર્શી ભાવથી રજૂ કર્યું હતું. પંડિતજીની પ્રિય ઠુમરી યાદ પિયા કિ આયે રજૂ કરતા શ્રોતાઓ તલ્લીન થઈ ગયા હતા. આયેશા મુખરજીની માંજ ખમાજ રાગમાં પ્રેમ અગન જીહરા જલાવે બંદેશ પંડિતજી સાથે રજૂ કરી હતી અને સભાનું સમાપન રાગ ભૈરવીથી તડપત બીતી મોરી ઉન બીન રતિયા પ્રસ્તુત કરી હતી, જેમાં ઉસ્તાદ મુરાદઅલી ખાનની સારંગી અને પંડિતજીના કંઠની જુગલબંધી અદભુત મીઠાશ ઘોળતી હતી.
કાર્યક્રમના અંતે સર્વે કલાકારોનું શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમની અભુતપૂર્વ સફળતા માટે ૧૦૦ થી વધુ કર્મઠ વોલિયેન્ટર્સ અને કોર કમિટીના સભ્યો દ્વારા નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટર્સના માર્ગદર્શનમાં ખડેપગે દિવસ-રાત કામગીરી કરી હતી. જેમાં નિઓ ડાયરેક્ટર્સ, કોર કમિટી, ગેસ્ટ સિટીંગ મેનેજમેન્ટ કમિટી, ગેઇટ એન્ટ્રી મેનેજમેન્ટ કમિટી, સ્ટેજ મેનેજમેન્ટ કમિટી, આર્ટીસ્ટ હોસ્પિટાલીટી એન્ડ કોર્ડિનેશન કમિટી, રીફ્રેશમેન્ટ કમિટી, મંડપ-ડેકોરેશન-લાઈટીંગ કમિટી, સાઉન્ડ એન્ડ સ્ટેઇજ વિઝયુલ કમિટી, મિડિયા કમીટી, તેમજ ડેટાબેઇઝ-પાસીસ એન્ડ રજીસ્ટ્રેશન કમિટી જેવી વિવિધ ટીમો દ્વારા ૧૦ થી વધુ નામાંકીત એજન્સીઓ સાથે સાયુજય સાધી સપ્ત સંગીતિ ૨૦૨૫ને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી, જે દર વર્ષે ઉતરોતર નવા-નવા આયામો સર કરી રહી છે. આ પ્રસંગે નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી દિપકભાઈ રિંડાણી એ ૨૦૨૬ની સાલમાં સપ્તસંગીતિના આયોજન પહેલા આ વર્ષાંતે નળત્યકલા માટે ખાસ સભાનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને શ્રોતાને પણ નાના પાયે ધર આંગણે પણ સંગીત સભાના આયોજન કરીને કલા અને સંગીતના વારસાને પોષવા અને જતન કરવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ, મોરબી, જામનગરથી સંગીતની આરાધના કરતા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માણવા આવતા હતા. જેમાં ગોંડલની સંગીત સંસ્થા સાથે જોડાયેલા દસ થી પંદર વર્ષના બાળકો નિયમીત ૭ દિવસ સુધી કાર્યક્રમ માણવા આવતા અને કલાકારોની પ્રસ્તુતીની નોંધ કરતા હતા.
આ સાત દિવસના કાર્યક્રમોને માણવા હજારો લોકોએ રસ દાખવ્યો હતો અને દેશના અનેક શહેરો અને વિદેશમાંથી કલારસીકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. સતત સાત દિવસ શ્રોતાઓએ શિસ્તબધ્ધ રીતે, મનભરી આ કાર્યક્રમોને માણ્યા હતા. સપ્ત સંગીતિના સઘળા આયોજનનો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના તમામ ડિરેકટરશ્રીઓને જાય છે. જેમા સર્વે ડિરેકટરશ્રીઓ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી દીપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી, શ્રી હિરેનભાઇ સોઢા, શ્રી અતુલભાઇ કાલરિયા, શ્રી વિનેશકુમાર પટેલ અને શ્રી મનેષભાઈ મદેકા સેવાઓ આપે છે અને સમગ્ર શ્રેષ્ઠ સંચાલનમાં યોગદાન આપે છે. કાર્યક્રમની સફળતામાં ૧૦૦ થી વધુ સ્વયં સેવકોની સમર્પીત ટીમ દ્વારા સતત સાત દિવસ દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યક્રમ માણવા આવતા કલાપ્રેમીઓની સુચારૂ વ્યવસ્થા જાળવી હતી.
(2:51 PM IST)










