તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
કાલે ગાંધીગ્રામ વિસ્તારમાં ફરશે જાગરૂકતા રેલી
પતંગ ઉડાડો પરંતુ કોઇ ઘાયલ ન થાય તેનું ધ્યાન રાખજો

તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઉન્નતિ સ્કૂલના હેમાબેન દરજી, વૈશાલીબેન પુજારા, સોનલબેન રાઠોડ, હેમાંગીબેન કટેશીયા, સ્નેહાબેન રાણા, વર્ષાબેન ચૌહાણ, તુષારભાઇ જોષી અને હિનાબેન દુલ્લા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ મકરસંક્રાંતિના પર્વ દરમ્યાન ચાઇનીઝ દોરા જેવા ઘાતક દોરાથી અનેક લોકો તથા પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે તથા મૃત્યુ પામે છે.
તે બાબતે લોકોમાં સલામતીની જગરૂકતા આવે તેવા આશયથી છેલ્લા ૩૬ વર્ષથી કાર્યરત સંસ્થા શ્રી ઉન્નતિ વિદ્યાલય તથા કરૂણા ફાઉન્ડેશન દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં આવતીકાલે તા.૧૦ને શુક્રવારના રોજ સાંજે ૪ તથી પઃ૩૦ કલાકે એક જીવદયા અભિયાન જાગરૂકતા અભિયાન જાગરૂકતા રેલીનું આયોજન કરવામાં આવેલ છે.
મકરસંક્રાંતિના દિવસે શાળાના વિદ્યાર્થી તથા શિક્ષકો વોલીએન્ટર્સ તરીકે સેવા આપશે.
સંજયભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ રેલી લાભદીપ સોસાયટી, લાખનો બંગલો, રામાપીર ચોકડી, નાણાવટી ચોક થઇ ઉન્નતિ સ્કુલ ખાતે સમાપન થશે.
(3:01 PM IST)










