તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
પહેલા અમારા દિકરા પર હુમલો થયો હતોઃ સમાધાનની અમારી વાત માન્ય ન રખાતાં અમે પણ ફરિયાદ નોંધાવી
ભક્તિનગર સોસાયટીના બગીચે છાત્રો વચ્ચેની ધમાલમાં સંજયભાઇ સવસેટાની વળતી રજૂઆત

રાજકોટઃ શહેરના મીલપરામાં રહેતાં અને ધોળકીયા સ્કૂલમાં અભ્યાસ કરતાં બે કુટુંબી ભાઇ એવા સગીર છાત્રો તથા સામે અન્ય એક ધોળકીયા સ્કૂલના છાત્ર કે જેની ઉમર ૧૬ વર્ષ છે તેમની વચ્ચે કાંતાસ્ત્રી વિકાસ ગૃહ નજીક વાહનને કાવો મારવા મામલે બોલાચાલી થયા બાદ એકબીજાના ફોન નંબર લઇ ભક્તિનગર સોસાયટીના બગીચે બોલાવાયા બાદ માથાકુટ અને મારામારી થઇ હતી. આ બનાવમાં ભક્તિનગર પોલીસે સામ-સામે ગુના દાખલ કર્યા છે. જેમાં બંને પક્ષે આરોપીઓમાં સગીરોના નામ પણ છે. બે દિવસ પહેલા વરૂ પરિવાર તરફથી રજૂઆત થયા બાદ આજે બોરીચા-સવસેટા પરિવારે વળતી રજૂઆત કરી જણાવ્યું છે કે સોૈ પહેલા અમારા પરિવારના દિકરાને ફોન કરીને બોલાવાયા બાદ તેના પર હાથ ઉગામાયો હતો. તેના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. એ પછી અમારા પરિવારના દિકરાની મદદે અમારા લોકો ગયા હતાં. જો કે બંને પરિવારના છાત્રો સગીર વયના હોય અમે આગેવાનોની મધ્યસ્થી કરી સમાધાન કરી લેવા વિનંતી કરી હતી. પરંતુ સામેના પક્ષે એફઆઇઆર નોંધાવતાં અમારે પણ ફરિયાદ કરવી પડી હતી. અમારા ઘરે પણ ટોળુ માથાકુટ કરવા આવતાં અમે ૧૦૦ નંબરમાં ફોન કરતાં ગાડી આવી હતી. તેના પણ પુરાવા અમારી પાસે છે. તેમ રજુઆતમાં જણાવ્યું હતું.
(3:02 PM IST)










