<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ગોંડલ રોડ પર વેરા શાખાએ ધોકો પછાડયો : જીમ્‍મી ટાવર્સની ૬ મિલ્‍કતોને તાળા : કુલ ર૪ સીલ

મનપા દ્વારા માર્ચ મહિનો નજીક આવતા બાકી મિલ્‍કત વેરો વસુલવા શહેરભરમાં ઘોંસ : બાકીદારોમાં ફફડાટ અને ૩ નળકટ : રૂા. ર૪ લાખથી વધુની વસુલાત : વધુ આક્રમક કાર્યવાહી કરાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના કમિશનર ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત આજે ૨૪મિલક્‍તોને સીલ મારેલ તથા ૨૧મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ.  જયારે  ૧યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૩નળ કનેક્‍શન કપાત કરતાં રીકવરી થયેલ તથા ૩નળ કનેક્‍શન કપાત કરવામાં આવેલ. આજે  રીકવરી રૂા.૨૪.૬૫ લાખ સહીત આજ દિન સુધીની રિકવરી રૂ.૩૩૫.૦૭ કરોડ થવા પામી છે.

શહેરના વોર્ડ નં. ૧માં

  ભાવનગર રોડ પર આવેલ ૧નળ કનેકશન કપાત ૧૫૦ ફુટ પર આવેલ યશ કોમ્‍પ્‍લેક્ષમાં  શોપ નં૧૬ અને ૧૭ ર-યુનિટ ને સીલ મારેલ. ૧૫૦ ફુટ પર આવેલ શાસ્ત્રી નગર માં ૧યુનીટને સીલ મારેલ.(સીલ)

વોર્ડ નં. ૨માં

જામનગર રોડ પર આવેલ પુષ્‍કરધામ ફર્સ્‍ટ ફલોર શોપ નં૧૦૯ ને સીલ મારેલ. જામનગર રોડ પર આવેલ સરદાર કોમ્‍પ્‍લેક્ષ્ર ફર્સ્‍ટ ફલોર શોપ નં૧૦૬ ને સીલ મારેલ.    જામનગર રોડ પર આવેલ સરદાર કોમ્‍પ્‍લેક્ષ્ર ફર્સ્‍ટ ફલોર શોપ નં૧૦૧ ને સીલ મારેલ. જામનગર રોડ પર આવેલ ૩યુનિટને સીલ મારેલ.(સીલ)

જયારે વોર્ડ નં૩માં  દાનાપીઠમાં ૧યુનિટના માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૭૫,૦૦૦/-.    દાણાપીઠમાં આવેલ લાભ ચેમ્‍બર્સ ૧યુનિટને સીલ મારેલ. ભીડભજન ચોકમાં ૧યુનિટને સીલ મારેલ. મોચી બજારમાં આવેલ ૧યુનિટને સીલ મારેલ.

વોર્ડ નં-૫ માં  હુડકો મેઇન રોડ પર આવેલ ૧નળ કનેકશન કપાત. માર્કેટિંગ યાર્ડ રીંગ રોડ પર આવેલ ૧નળ કનેકશન કપાત.

વોર્ડ નં૬માં   રણછોડ નગર માં ૧યુનીટને સીલ મારેલ. ભાવનગર રોડ પર આવેલ અણમોલ પાર્કમાં ૩યુનિટને સીલ મારેલ.

ઉપરાંત વોર્ડ નં૭-  ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર્સ  ગ્રાઉન્‍ડ ફલોર શોપ નં૧૫ ને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર્સ  ગ્રાઉન્‍ડ ફલોર શોપ નં૬ ને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર્સ  ગ્રાઉન્‍ડ ફલોર શોપ નં૭ ને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર્સ સિક્‍થ ફલોર ઓફિસ નં૨૩ ને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર્સ સિક્‍થ ફલોર ઓફિસ નં૨૫ ને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર્સ  ગ્રાઉન્‍ડ ફલોર શોપ નં૬૦ ને સીલ મારેલ.

વોર્ડ નં૮માં  નાનામોવા રોડ પર આવેલ લક્ષ્મી કોમ્‍પ્‍લેક્ષ્ર ગ્રાઉન્‍ડ ફલોર શોપ નં૭ ને સીલ મારેલ.

 વોર્ડ નં૧૩માં    ગોંડલ રોડ પર આવેલ ‘રુદ્રાક્ષ કોમ્‍પ્‍લેક્ષ સેકન્‍ડ ફલોર શોપ નં૨૦૨ ને સીલ મારેલ.

આજ રોજ બપોરે  સુધી ૨૪મિલક્‍તોને સીલ મારેલ તથા ૨૧મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૧યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૩નળ કનેક્‍શન કપાત તથા ૩નળ કનેક્‍શન કપાત કરતાં આજના દિન ની રીકવરી રૂા.૨૪.૬૫ લાખ થવા પામેલ.

(3:12 PM IST)