તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
કાલે રાજકોટમાં ભારત-આયર્લેન્ડ વચ્ચે વુમન્સ વન-ડે મુકાબલો
ક્રિકેટપ્રેમીઓને ફ્રી એન્ટ્રીઃ સવારે ૧૧ વાગ્યાથી મેચઃ સ્મૃતિ મંધાનાની ટીમ ફેવરીટ

રાજકોટઃ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આવતીકાલે ૧૦મીના વુમન્સ વન-ડે મેચ રમાનાર છે. ભારતીય ટીમ ફેવરીટ માનવાભમાં આવી રહી છે.
નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે સવારે ૧૧ વાગે મેચ શરૂ થશે. દર્શકો માટે ફ્રી એન્ટ્રી રહેશે. શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
દરમિયાન આજે પણ ભારત અને આયર્લેન્ડના ખેલાડીઓને કડકડતી ઠંડીમાં નેટ પ્રેકટીસમાં પરસેવો વહાવ્યો હતો. આવતીકાલે બન્ને ટીમો વચ્ચે જંગ જામશે. તસ્વીરમાં આયર્લેન્ડના મહિલા ખેલાડીઓ પ્રેકટીસ કરતા જોવા મળે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:23 PM IST)










