<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસેના શ્રી સીતાજી ટાઉનશીપના ૬ આવાસ સીલ કરવામાં આવ્‍યા

રાજકોટ તા. ૯:  મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્‍થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી સીતાજી ટાઉનશીપ - સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે આવેલ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્‍વયે મૂળ લાભાર્થીના સ્‍થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા ૬ આવાસો  મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજના દ્વારા સ્‍પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેમાં જે લાભાર્થીને આવાસ ફાળવેલ હોઈ તેના સ્‍થાને ભાડુઆત કે અન્‍ય લાભાર્થી રહેતા માલુમ પડશે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(4:28 PM IST)